બોયફ્રેન્ડને ખબર પડી કે ગર્લફ્રેન્ડને છે કેન્સર, તરત લીધો આ નિર્ણય

PC: aajtak.in

માણસને તેની લાઈફમાં આગામી પળે શું થવાનું છે તેની ખબર નથી હોતી. અચાનક તમારી લાઈફમાં શું ટર્ન આવી જાય છે તેની કોઈએ કલ્પના પણ કરી હોતી નથી. તેવું જ કંઈક આ વ્યક્તિ સાથે થયું હતું. આ વ્યક્તિને ખબર પડી કે તેની થનારી પત્નીને કેન્સર છે આથી તેણે તેની સાથે ફટાફટ લગ્ન કરી લીધા. આ માટે માત્ર નવ દિવસમાં જ લગ્નની તૈયારી પૂરી કરવામાં આવી અને પછી બંનેએ લગ્ન કર્યા હતા. ખાસ વાત એ છે કે આ કપલ છેલ્લા 33 વર્ષથી એકબીજાના પાર્ટનર રહ્યા છે. પરંતુ લગ્ન માટે કાયમ કંઈક ને કંઈડ અડચણો આવતી રહેતી હતી.

મહિલાનું નામ છે માઈરી મેક્ફેલ, તેની ઉંમર 66 વર્ષની છે, જે બ્રિટનના બર્મિંઘમના યાર્ડલેમાં રહે છે. માઈરીની સ્કીન પોલિયાને કારણે પીળા રંગની થઈ ગઈ છે. આ દરમિયાન તેને ખબર પડી કે તેને બિલે ડક્ટમાં ગંભીર કેન્સર છે, જે ઘણાં ઓછા લોકોને થાય છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે, આ ટ્યૂમર આશરે 21 સેમીનું હતું. તેનાપછી માઈરીના 65 વર્ષના પાર્ટનર ડેવિડ કીટલ, જે હવે તેના પતિ છે તેમને સલાહ આપવામાં આવી કે તે પોતાના લગ્નની તારીખ વહેલી કરી દે. આ લગ્ન પહેલા 15 મેના રોજ થવાના હતા પરંતુ માઈરીને કેન્સર થયું હોવાની જાણ થયા પછી બંનેએ ઈસ્ટર સેટરડે એટલે કે 16 એપ્રિલના રોડ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

માઈરીની તબિયત સતત બગડી રહી હતી. ડેવિડને એ વાતનો પણ ડર હતો કે નક્કી કરેલી તારીખે કોઈ અનહોની ના થઈ જાય. ડેવિડે આ અંગે કહ્યું કે, લગ્નની તૈયારીઓ 9 દિવસની અંદર પૂરી કરી દેવામાં આવી હતી. વેડિંગ રિંગ માટે પણ હું જ્વેલર પાસેથી આંગળી માપવાનું ટુલ લઈને હોસ્પિટલમાં ગયો અને માઈરીનું માપ લીધું અને તેને આગામી દિવસે રિંગ પહેરાવી દીધી. તેણે પોતાના લગ્નનું આમંત્રણ દરેકને વોટ્સએપ પર મોકલી આપ્યું હતું. પરિવારના સભ્યોએ તેમના માટે 3 ટાયર કેક બનાવડાવી હતી. 110 મહેમાનોએ તેમના લગ્નમાં હાજરી આપી હતી. આ વચ્ચે માઈરીના પુત્રએ પણ પોતાની 15 વર્ષ સુધી ગર્લફ્રેન્ડ રહેલી યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

ડેવિડની માઈરી સાથે મુલાકાત 33 વર્ષ પહેલા એક નાઈટ ક્લબમાં થઈ હતી. ડેવિડ કહે છે કે, મેં તેની સાથે લગ્ન કરવા માટે ઘણા સમય પહેલા નક્કી કર્યું હતું પરંતુ અમારા લગ્ન કરતા વધુ મહત્ત્વની વસ્તુ અડચણ તરીકે આવી જતી હતી. પછી મેં વિચાર્યું કે રિટાયરમેન્ટ પછી લગ્ન કરીશું પરંતુ પછી કોરોના આવી ગયો. જેના કારણે ફરીથી લગ્ન ન થઈ શક્યા પરંતું પછી માઈરીને કેન્સર હોવાની વાત જાણવા મળતા મેં કંઈ જ વિચાર્યું નહીં અને તરત લગ્ન કરી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp