પત્ની પિયરથી નહોતી આવી રહી તો ગુસ્સામાં પતિએ સાસુ-સાળાની કરી હત્યા પછી...
મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પારિવારિક વિવાદમાં એક વ્યક્તિએ પોતાની જ સાસુ અને સાળાની હત્યા કરી દીધી. તેણે ઘરમાં પેટ્રોલ નાખીને તેમને સળગાવી દીધા. પછી એજ આગમાં કૂદીને આત્મહત્યા કરી દીધી. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શવને કબ્જામાં લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી.
જાણકારી અનુસાર, આરોપી મૃતક આશીષ ઠાકરેએ થોડા મહિલા પહેલા લવ-મેરેજ કર્યા હતા. પણ લગ્ન બાદ બંનેનો નાની નાની વાતો પર ઝઘડો થવા લાગ્યો અને પત્ની પિયર જતી રહી. ત્યાર પછી આશીષ વારે વારે પત્નીને સાસરેથી ઘરે લઇ જવાની કોશિશ કરી રહ્યો હતો. પણ યુવતીની માતા અને ભાઈએ પોતાની દીકરીને સાસરે મોકલવા તૈયાર નહોતા. જેને લઇ તેમની વચ્ચે વિવાદ વધી ગયો હતો.
પોલીસે હત્યા અને આત્મહત્યાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી
આનાથી પરેશાન થઇને આશીષ ઠાકરે દારૂ પીઇને સાસરે ગયો. ત્યાર બાદ સાસુ અને સાળાની સાથે મારપીટ કરવા લાગ્યો. વાત એટલી વધી ગઇ અન આશીષે બંનેની હત્યા કરી તેમના શવોને તેમના જ ઘરોમાં સળગાવી દીધા. ત્યાર પછી પોતે પણ એ આગમાં કૂદીને પોતાનો જીવ લઇ લીધો.
કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક આરોપીની પત્ની તે સમયે ઘરે નહોતી. તે પોતાની માસીને ત્યાં ગઇ હતી માટે એ બચી ગઇ. પોલીસે હત્યા અને આત્મહત્યાનો કેસ દાખલ કરી લીધો છે અને તપાસ શરૂ કરી.
અન્ય એક કિસ્સામાં પતિએ ગુસ્સામાં પત્નીનું નાક કાપી નાખ્યું
પત્ની દ્વારા સાસરે જવાની ના પાડવા પર એક પતિ એટલો નારાજ થઇ ગયો કે તેણે પોતાની પત્નીનું નાક કાપી નાખ્યું. આ મહિલા પાછલા એક મહિનાથી આગરામાં પોતાના પિયરમાં હતી. તેનો પતિ અમીર પણ તેની સાથે જ પત્નીના પિયર રહી રહ્યો હતો.
હોળીનો તહેવાર નજીક આવવા પર તેણે પત્ની ઘરે જવા કહ્યું હતું પણ પત્નીએ સાથે જવાની ના પાડી દીધી. આ વાતથી નારાજ થઇને અમીરે પત્ની સરોજનું નાક કાપી દીધું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp