વડોદરાઃ 89 વર્ષનો પતિ વારંવાર કરતો સેક્સની ડિમાન્ડ,87 વર્ષીય પત્નીએ બોલાવી પોલીસ

PC: imgur.com

ગુજરાતની 181 અભયમ હેલ્પલાઈનમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને કોઈના પણ હોંશ ઉડી જાય. મહિલાઓની, સમસ્યા સોલ્વ કરતા આ હેલ્પલાઈન નંબર પર વડોદરામાં રહેતા 87 વર્ષીય વૃદ્ધ મહિલાએ ફોન કર્યો. તેમણે જણાવ્યું કે, તે પોતાના 89 વર્ષના હાઈપરસેક્સુઅલ પતિથી હેરાન થઈ ગઈ છે. તે હવે તેનાથી છુટકારો મેળવવા માંગે છે. તેને માટે મદદ માંગી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, 181 અભયમ હેલ્પલાઈનના એક અધિકારીએ જણાવ્યું, પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષોથી હેલ્ધી શારીરિક સંબંધ રહ્યા છે. પરંતુ, ગત વર્ષે મહિલા બીમાર પડી ગઈ ત્યારબાદ તે બેડરેસ્ટ પર આવી ગઈ. ખૂબ જ મુશ્કેલીથી તે હલી શકે છે અને દીકરા-વહુનો સહારો લઈને ચાલી શકે છે. વૃદ્ધ મહિલાનો પતિ તેની પત્નીની આ સ્થિતિથી ખૂબ જ સારી રીતે વાકેફ છે. તેમ છતા તે મહિલા પર શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરતો.

મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ રિટાયર્ડ એન્જિનિયર છે. જ્યારે તે તેને સેક્સ માટે ના પાડે ત્યારે તે પોતાની પત્ની સાથે લડે છે. સેક્સ માટે ના પાડવા પર તે વૃદ્ધ તેની પત્ની અને દીકરા સાથે લડાઈ કરતા અને મોટો-મોટેથી બૂમબરાડા પાડતા જેને કારણે પાડોશીઓને પણ ખબર પડી જતી કે તેમના ઘરમાં ઝઘડા થાય છે. પતિની આ આદતથી કંટાળીને મહિલાએ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માંગી હતી.

અભયમ હેલ્પલાઈન 2014માં મહિલાઓ માટે શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓને મદદ પહોંચાડવાનો છે. આ અંગે અભયમના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારા પર બે દિવસ પહેલા વૃદ્ધ મહિલાનો ફોન આવ્યો હતો. ફરિયાદ મળવાના તુરંત બાદ અમે તેમના ઘરે પહોંચ્યા. અમે તે વ્યક્તિને સમજાવી કે તેના આ પ્રકારના વ્યવહારથી પત્નીએ કેટલું બધુ સહન કરવું પડી રહ્યું છે અને તેને કારણે તેમની પણ છબિ ખરાબ થઈ રહી છે.

અભયમની ટીમે એ વ્યક્તિનું કાઉન્સિલિંગ કર્યું અને કહ્યું કે, તે પોતાનું ધ્યાન બીજી બાબતોમાં લગાવવાનો પ્રયાસ કરે. ટીમે તેમને યોગ કરવા અને સીનિયર સિટિઝન ક્લબ જોઈન કરવાની પણ સલાહ આપી હતી. અભયમના અધિકારીઓએ પરિવારના સભ્યોને પણ સલાહ આપી હતી કે, તેઓ તે વ્યક્તિને સેક્સોલોજિસ્ટ પાસે લઈ જઈને કાઉન્સિલિંગ કરાવે. જેથી તે સમસ્યાનું સ્થાયી સમાધાન નીકળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp