લગ્ન બાદ સંબંધોમાં શા માટે આવે છે દૂરી? જાણો તેને દૂર કરવાની સરળ ટિપ્સ

PC: allrelationshipmatters.com.au

એ વાતમાં કોઈ બે મત નથી કે જ્યારે તમે કોઈકને પ્રેમ કરો છો, તો તમે તેની સાથે રહેવાનું પણ પસંદ કરો છો. એવી જ રીતે પાર્ટનર્સ પોતાના સંબંધોને લગ્ન તરફ વધારે છે, જોકે લગ્ન બાદ પણ કપલ્સની વચ્ચે બધુ પહેલા જેવુ જ રહે એવુ જરૂરી નથી. પ્રેમની શરૂઆતમાં તો દરેક કપલની વચ્ચે બધુ બરાબર ચાલે છે, પરંતુ સમય સાથે ઘણીવાર જો તમે એકબીજા પર અધિકાર જમાવવા માંડો અથવા પાર્ટનરનું અપમાન કરવાની વાતને નોર્મલ સમજો તો તમારા સંબંધમાં દૂરી આવવા માંડે છે. ઘણીવાર ગેરસમજ પણ પોતાની જગ્યા એ રીતે બનાવવા માંડે છે કે સંબંધમાં ખટાશ આવવા માંડે છે. જોકે, જો તમારા સંબંધને સાચવીને રાખો, તો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ના કરવો પડે.

વખાણ કરવા છે જરૂરી

જ્યારે તમે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની જેમ રિલેશનશિપમાં હો, તો અવાર-નવાર એકબીજાના વખાણ કરતા રહો છો. પરંતુ લગ્ન બાદ કપલ્સ આ બધુ ઓછું કરી દે છે. તેમજ કોઈક વાત માટે આભાર અથવા વખાણ કરવા ખૂબ જ જરૂરી હોય છે. આવુ કરવાથી તમારા પાર્ટનરને સારું લાગશે સાથે જ તે તમારા માટે મહત્ત્વની છે તેવુ સાબિત થાય છે. જ્યારે તમારો પાર્ટનર તમારા માટે કંઈક કરે, તો તમારે તેને થેંક યૂ કહેવુ જોઈએ. તમે તેને કોઈ ગિફ્ટ આપીને પણ આભાર વ્યક્ત કરી શકો. પરંતુ, મોટાભાગે લોકો આ બધી બાબતોને ઈગ્નોર કરે છે, જેને કારણે સંબંધોમાં દૂરી આવી જાય છે.

ઈગો છોડીને સોરી બોલતા શીખો

સંબંધમાં લોકો કોઈક બાબતમાં પોતાનો ઈગો વચ્ચે લાવે, તો પાર્ટનરની સાથે તેમનો સંબંધ તૂટવા માંડે છે. જો કોઈક વાત પર તમારી ભૂલ હોય, તો તમારે તેમને સોરી કહેવામાં જરા પણ ખચકાટ ના અનુભવવો જોઈએ. તમારે એ સમજવુ પડશે કે લડાઈ દરેક કપલની વચ્ચે થાય છે, પરંતુ પોતાના સંબંધમાં પ્રેમને જાળવી રાખવા માટે બોલાચાલી જેટલી જલ્દી બને એટલી જલ્દી પૂરી કરી દેવી જોઈએ. એવામાં સોરી બોલતા શીખી લો.

એકબીજાની સલાહ લો

પતિ-પત્નીએ એકબીજાની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આ રીતે બંને વચ્ચે મિત્રતાનો સંબંધ મજબૂત બનશે. પરંતુ લગ્ન બાદ કપલ્સ એકબીજા પાસે સલાહ માગવા દરમિયાન પોતાનો ઈગો લઈ આવે છે અને પોતાના જ સાથીને કંઈ પૂછવામાં ખચકાટ અનુભવવા માંડે છે. જોકે, જે કપલ્સની વચ્ચે ખુલીને વાતચીત કરવાની કાબેલિયત હોય છે, તે વર્ષો બાદ પણ પોતાના સંબંધોને સરળતાથી ચલાવવામાં સફળ દેખાય છે. તમારે એ સમજવુ પડશે કે તમારો પાર્ટનર લગ્ન બાદ પોતાના જીવનનો હિસ્સો હોય છે, એવામાં તમને તેને કંઈ પણ કહેવામાં ખચકાટનો અનુભવ ના થવો જોઈએ.

પાર્ટનર પર પોતાનો હક જતાવવાનું બંધ કરો

એ વાતમાં કોઈ શંકા નથી કે પતિ-પત્નીનો એકબીજા પર પૂરો અધિકાર હોય છે, પરંતુ તેનો એ મતલબ નથી કે તમે પોતાના સાથી પર કારણ વિના હક જતાવવા માંડો. લગ્નના થોડાં વર્ષો બાદ જ્યારે તમે પોતાના પાર્ટનરની સાથે ખરાબ વર્તન કરીને તેમને રોક-ટોક કરવા માંડો અથવા પોતાની વાત મનાવવાનો પ્રયાસ કરો, તો સંબંધની ગાડી ડગમગાવા માંડે છે. પોતાના સાથીની ભાવનાઓનું સન્માન કરો અને તેમના વિચારોનું સન્માન કરો. જ્યારે તમે પોતાના પાર્ટનરને માન આપશો, તો તે પણ તમારા વિચારોને માન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp