ધારો કે હાર્દિક સાથે છુટાછેડા થાય તો નતાશાને કંઈ મળશે ખરું? પંડ્યાએ તો માતા...

PC: instagram.com/natasastankovic__/

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના રસ્તા કદાચ અલગ થઇ ચૂક્યા છે. અનેક મીડિયા રિપોર્ટસમાં હાર્દિક અને નતાશાના સંબંધો તુટવાના આરે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નતાશા પણ કઇંક એવું કરી રહી છે જેને કારણે આ સમાચારને વધારે વેગ મળી રહ્યો છે.

નતાશાએ ઇન્સ્ટાગ્રામ પરથી પંડ્યા સરનેમ હટાવી અને હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં નતાથા તેના કથિત બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે.

હવે એક એવી વાત સામે આવી છે કે જો નતાશા અને હાર્દિક પંડ્યાના છુટાછેડા થાય તો હાર્દિકે તેની આવકનો 70 ટકા હિસ્સો નતાશાના આપવો પડે.

જો આવું થાય તો પછી હાર્દિક પાસે વધારે કઇ બચે નહીં. પરંતુ જાણવા મળેલી વિગત મુજબ હાર્દિક પણ મોટો ખેલાડી નિકળ્યો. તેણે કઇંક એવી વ્યવસ્થા કરી છે કે છુટાછેડાની સ્થિતિમાં નતાશાના હાથમાં કંઇ ખાસ આવે તેવું નથી.

સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનો એક જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોમાં હાર્દિકે જે કંઇ કહ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે તેણે પોતાના ભવિષ્યને લઇને ફુલપ્રુફ પ્લાન બનાવી રાખ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા કહી રહ્યો છે કે, મેં જે કંઇ પણ કમાણી કરી છે, જે કંઇ પણ ખરીદ્યું છે તે બધું મારી માતાના નામ પર છે. તેણે કહ્યું હતું કે હું મારા નામ પર કશું લઇશ નહીં.કારણકે આગળ જતા મારે કોઇને 50 ટકા રકમ ન આપવી પડે. હું કોઇને 50 ટકા રકમ નહીં આપી શકું કારણકે મારા માટે તે કષ્ટદાયી હશે.

નતાશાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેના કથિત બોયફ્રેન્ડ સાથે નજરે પડે છે. પત્રકારો નતાશાને સવાલ પુછે છે, પરંતુ નતાશા કોઇ જવાબ આપતી નથી. જો હાર્દિક સાથે સંબંધ સારા હતે તો નતાશા આ વાતનું ખંડન કરતે, પરંતુ તેણે એવું કશું કર્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp