આટલું કરશો તો ઈન્ટ્રેસ્ટિંગ બનશે તમારી સેક્સ લાઈફ

PC: bestlifeonline.com

ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના મનમાં ઘણી ઈચ્છઓ હોય છે, પરંતુ એક્ચ્યુઅલમાં તેઓ સેક્સ એન્જોય કરી શકતા નથી. આવું થવા પાછળ અનેક કારણો છે, પરંતુ એ વાત પણ એટલી જ નક્કી છે કે જો તમે ચોક્કસ દિશામાં પગલાં ભરશો તો સેક્સ એન્જોય કરી જ શકશો. તો ચાલો આજે એવા કેટલાક મુદ્દાઓ વિશે જોઈએ, જેને ફૉલો કરીને તમે તમારી સેક્સ લાઈફને એન્જોય કરી શકશો.

સેક્સને રોમાંચક અને આનંદદાયક બનાવવામાં જગ્યા પણ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી જો તમે માત્ર એક જ જગ્યાએ સેક્સ કરવાનું પ્રિફર કરતા હો તો એવું ન કરો અને વિવિધ સેઈફ જગ્યાએ સેક્સ કરો. ખાસ તો પ્રવાસો વખતે સેક્સ કરવાનું રાખો, જેથી તમને ચેન્જ મળે.

કેટલાક પાર્ટનર્સ વચ્ચે દિવસો સુધી કોઈક બાબતે રિસામણા-મનામણા ચાલતા હોય છે. તેમના માટે સલાહ છે કે પોતાના પાર્ટનરને માત્ર સોરી કહીને નહીં, પરંતુ સૂતા પહેલા ગલગલિયાં કરીને કે તેની સાથે લવ ફાઈટ કરીને પણ તેને મનાવવું. આવી ફાઈટ્સ કે ગલગલિયા પછીથી રોમેન્સમાં પરિણમતા હોય છે, જેને કારણે સંતોષજનક સેક્સ થઈ શકે છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય ઈચ્છા વિના રૂટિનને ખાતર સેક્સ ન કરવું. આવું કરવાથી ન તો સરખું ઈરેક્શન થશે કે નહીં સરખો ઈન્ટરકોર્સ થાય. અને સરવાળે એવું થશે કે બંને જણાને સંતોષ નહીં થાય.

સેક્સ વખતે ઘણા પુરૂષો ઝડપથી ચરમ સીમાએ પહોંચી જતા હોય છે. તેમના માટે ખાસ સલાહ એ કે તેમને જ્યારે એવું લાગે કે તેઓ ચરમસીમાએ પહોંચી રહ્યા છે ત્યારે તેમણે થોડા સમય માટે થોભી થવું અને દસેક સેકન્ડ પછી ફરી એક્ટ શરૂ કરવું. આવું કરવાથી તમે સેક્સનો સમય અને આનંદ બંને વધારી શકશો.

આ ઉપરાંત રોમાંચક સેક્સ માટે પાર્ટનરની સાથે ડર્ટી ટોકને પણ જાણકારો અનુમોદન આપે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ડર્ટી ટોક્સ સેક્સને અત્યંત રોમાંચક બનાવે છે.

 

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp