મને વૃક્ષો પત્થરો સાથે સમાગમના વિચારો આવે છે

PC: khabarchhe.com

પ્રશ્ન: હું સીધો સાદો સરળ સ્વભાવનો શાંત માણસ છું. વ્યવસાયે શિક્ષક છું. મારી મુશ્કેલી વિચિત્ર છે. મને સેક્સને લગતા વિચારોએ પરેશાન કરી મૂક્યો છે. મને વિચિત્ર, કઢંગા, ઢંગધડા વગરના સેક્સના વિચારો સતત આવ્યા કરે છે. મારા ઘરેથી નીકળું અને રસ્તામાં જેટલાં મંદિર આવે છે તેટલાં સ્થળે હું અચાનક ગૂંગળામણ અનુભવું છું. કેમકે જે તે દેવીદેવતાઓ સાથે હું જાતીય દુષ્કૃત્યો આચારતો હોઉ, તેવા વિચારો આવે છે, એટલું જ નહીં, વૃક્ષો, પથ્થરો જોઈ તો ત્યારે પણ સેક્સના ગંદા, જુગુપ્સાપ્રેરક વિચારો આવે છે. હું આ વિચારો કેમેય કરી રોકી શકતો નથી. આથી અસહ્ય મનોયાતના ભોગવી રહ્યો છું. અમુક વિચારો તો એટલા નિમ્નસ્તરના હોય છે, હું લખીને જણાવી પણ શકતો નથી. હું અપરાધભાવની પારાવાર પીડા અનુભવી રહ્યો છું. મારે આમાંથી છુટકારો મેળવવા શું કરવું એ જણાવશો.

ઉત્તર: મારા મતે આપની બીમારી સેક્સની નથી. આ એક માનસિક બીમારી હોવાની સંભાવના છે. ઓબ્સેશન્સ અથવા ઓબ્સેસિવ કમ્પલ્ઝીવ ડિસઓર્ડર તરીકે ઓળખાતી એક જાતની માનસિક બીમારીમાં આવાં લક્ષણો હોઈ શકે છે.એ.સી.ડી. નામની આ બીમારીમાં દર્દીને વિચિત્ર કઢંગા એકના એક વિચારો આવ્યા કરે છે, અથવા તેણે પરાણે ચિત્રવિચિત્ર હરકતો કર્યા કરવી પડે છે. દર્દી પોતે ઈચ્છે અથવા કોશિશ કરે તોય આવા વિચારોને દૂર નથી હટાવી શકતો અને ખુબ ગૂંગળામણ અનુભવે છે. જરૂર નથી કે આવા વિચારો સેક્સને લગતા જ હોય! તમારે કોઈ મનોચિકિત્સ્ક પાસે તમારી મનોદશાનું નિદાન તથા ઉપચાર કરાવવો જોઈએ. ઓબ્સેસિવ થોટ્સ ઘણીવાર દવાઓથી હળવા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp