કૃત્રિમ આનંદ માટે શું ઉપયોગ કરી શકાય

PC: khabarchhe.com

પ્રશ્ન: સ્ત્રીનાં સંતોષ માટે રબર કે પ્લાસ્ટિકના કૃત્રિમ શિશ્ન મળતા હોવાનું વાંચ્યું છે, તો શું પુરુષના આનંદ માટે કૃત્રિમ યોનિ મળતી હોય છે, ખરી? વિગતે જણાવશો.

ઉત્તર: જાતીય આનંદ માટે તરેહ તરેહનાં સાધનો ઉપલબ્ધ હોય છે. ઉત્તર-પશ્ચિમી યુરોપના કેટલાક દેશોમાં તો પોર્નોગ્રાફી લિબેરાઇઝ્ડ હોવાથી આવા સાધનોનું રીતસરનું વ્યાપારીકરણ થઈ ગયું છે. બજારમાં જેમ શાકભાજી, સ્વેટર કે નોટબૂક મળે છે તેમ જાતીય આનંદ માટેના રમકડાં (સેક્સ્યુઅલ ટોયઝ)ની પણ લાઇસન્સ ધરાવતી દુકાનો હોય છે. તેમાં વાઇબ્રેટરથી માંડીને લવડોલ્સ/લવબેબીઝ સુધીની વિવિધ આઈટમો મળતી હોય છે. કૃત્રિમ યોનિ જ નહીં, કૃત્રિમ સ્ત્રી સુધ્ધા બનાવવામાં આવે છે, જે પોચી, સુંવાળી, ઉષ્ણ, આકર્ષક તથા વાસ્તવિક સ્ત્રીને મળતી આવે એવી હોય છે. અલબત્ત, આપણે ત્યાં આ સાધનો ગેરકાયદે હોવાથી આજની તારીખે ઉપલબ્ધ નથી. કમભાગ્યે તબીબી કારણોસર વપરાવાને બદલે આવાં સાધનો કેવળ મનોરંજનાર્થે વપરાતા આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp