અપેક્ષા કરતા વહેલું સ્ખલન કેમ થાય છે

PC: khabarchhe.com

પ્રશ્ન: અપેક્ષા કરતાં વહેલું સ્ખલન શાને કારણે થાય છે?

ઉત્તર: પુરુષને ઈચ્છા-અપેક્ષા કરતાં વહેલું સ્ખલન થઈ જવાનાં ઘણા કારણો હોઈ શકે. આ મહિનાઓ કે વર્ષો પર્યંત ધીમે ધીમે વિકસતી જતી એક ટેવ હોય છે. જાતીય જીવનની શરૂઆતના દિવસોમાં જો કોઈક કારણસર પુરુષે જલદી સ્ખલન કરી નાખવું પડયું હોય તો એ વલણ આગળ જતાં લાંબાગાળાની ટેવ બની જઈ શકે છે. કેટલાંક યુવાનો જીંદગીનો પ્રથમ સેક્સ વ્યવસાયિક સ્ત્રી સાથે માણે છે. ધંધાકીય આવડત, કુશાગ્રતા અને જરૂરિયાતની મારી પ્રોસ્ટિટ્યુટ્સ સમાગમને જલદી પૂરો કરાવડાવી દે છે. જો આવા વધારે પડતા અનુભવો કોઈ યુવાન તેના કામજીવનની શરૂઆતમાં જ લેવા માંડે તો આગળ જતાં તે શીઘ્રસ્ખલનનો દર્દી બની શકે છે.

આ જ વાત બિનધંધાદારી પણ લગ્નેતર હોય એવા સંબંધોમાં ય બની શકે છે. યુવાન છોકરા છોકરી માત્ર થોડી ક્ષણો પૂરતું એકાંત મેળવી શક્યા હોય અને તેમાં પૂર્ણ જાતીય આનંદ ભોગવી લેવા ઉતાવળા થઈ જાય તો ત્યારે જરૂરિયાતવશ થયેલ શીઘ્રસ્ખલન આગળ જતાં ટેવવશ થવા માંડે છે. વળી આ જ પ્રકારે કેટલાક અપરિણીત યુવાનો હસ્તમૈથુન કરતી વખતે કોઈ જોઈ જશે, એવી બીકથી ખૂબ જલદીથી તે પૂરું કરી નાખે છે. આ બધી ય ટેવો આગળ જતાં શીઘ્રસ્ખલનમાં પરિણમી શકે છે.

કેટલાંક દંપતી ગર્ભાવસ્થા ન રહી જાય એ માટે અન્ય સલામત રસ્તાઓ (જેવા કે પીલ્સ, કોન્ડોમ) અપનાવવાને બદલે 'કોઈટ્સ ઇન્ટરપ્ટ્સ' નામની સૂઝબૂઝને આધારે ઘડેલી પધ્ધતિ અપનાવે છે. જેમાં સમાગમ પૂર્વે જ પતિપત્ની અળગા થઈ જાય છે અને વીર્યસ્ખલન યોનિમાર્ગની બહાર થઈ જવા દે છે. આ ટેવ પણ શીઘ્રસ્ખલનને વધારી શકે છે. અતિશય ઉતાવળા, ઝડપી અને ચિંતાતુર માણસોને ય શીઘ્રસ્ખલન થઈ શકે છે. વળી પત્ની ધીમે ધીમે, સુમેળભર્યા યોનિસંકોચનોને બદલે ઝડપી, અનિયંત્રિત, તીવ્ર, એકપક્ષી, યોનિસંકોચનો દાખવે તો ય પુરુષના સ્ખલન નિયંત્રણમાં બાધા પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp