લિવ-ઇન,પ્રેમ લગ્ન અને સજાતીય લગ્નો પર પ્રતિબંધની આ પંચાયતની માગ
હરિયાણાના જિંદમાં રવિવારે ખાપ મહાપંચાયત થઇ હતી, જેમાં માંગ કરવામાં આવી કે લિવ-ઇન, લવ મેરેજ અને સજાતીય લગ્નો પર પ્રતિબંધ મુકવામાં આવે. ખાપ પંચાયતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના 300 ખાપ પંચાયતોના સભ્યો જોડાયા હતા. આ દરમિયાન બનૈન ખાપના પ્રમુખ રઘુબીર નૈને સૌથી પહેલા લવ મેરેજ પર ચર્ચા કરતા કહ્યું કે, ખાપ પ્રેમ લગ્નોના વિરોધમાં નથી, પરંતુ વાલીઓની સંમતિ જરૂરી છે, કારણકે, કોઇ પણ માતા-પિતા તેમના સંતાનોને નુકશાન પહોંચાડવા નથી માગતા. ખાપ એક ગોત્રમાં લગ્નની વિરુદ્ધમાં પણ છે.
રઘુબીર નૈને કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપને કારણે પૂર્વજોના અધિકારોને લઈને પણ વિવાદ છે. ઉપરાંત, ગે લગ્ન પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે પ્રાણીઓ પણ તેનાથી બચે છે.
રઘુબીર નૈને કહ્યું કે ખાપ પંચાયતના પ્રતિનિધિઓ વડાપ્રધાન અને વિપક્ષના નેતાને મળશે અને સંબંધિત કાયદામાં સુધારો કરવા માટે સરકાર પર દબાણ લાવશે. તેમણે કહ્યું કે જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને યોગ્ય કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો અમે આંદોલન શરૂ કરીશું. આ મુદ્દાને આગળ લઈ જવા માટે 51 સભ્યોની કમિટી બનાવવામાં આવી રહી છે.
આ દરમિયાન એક મહિલા ખાપ નેતા સંતોષ દહિયાએ પણ દાવો કર્યો કે લિવ-ઇન રિલેશનશીપ ખરાબ છે અને તેની પર પ્રતિબંધ મુકાવવો જ જોઇએ. સંતોષ દહિયાએ કહ્યું કે, સૌથી મોટા જે મુદ્દા છે તે લિવ-ઇન રિલેશનશીપ પર એક જ ગોત્રમાં લગ્નના છે જેની પર ચર્ચા કરવામાં આવી છે. લિવ-ઇન રિલેશનશીપને કારણે પારિવારિક વ્યવસ્થા તુટી રહી છે, કારણકે, તેને કાયદો બનાવી દેવામાં આવ્યો છે. પોતાની પસંદગીની વ્યકિતની સાથે રહેવું એ કાયદેસર છે. જેને કારણે સમાજ, બાળકો અને આપણી સંસ્કૃતિ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે.
મહિલા ખાપ નેતાએ કહ્યું કે મહિલાઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે, કારણ કે, પુરુષો, પછી તે પતિ હોય કે ભાઈ, તેમની પત્નીઓને અવગણે છે અને તેમની પસંદગીની મહિલા સાથે રહેવાનું શરૂ કરે છે. એટલા માટે મહિલાઓ લિવ-ઇન સામે લડવા માંગે છે સંતોષ દહિયાએ જણાવ્યું હતું કે, સમાન-ગોત્ર લગ્નનો મુદ્દો પણ સળગી રહ્યો છે, જેણે સામાજિક માળખાને નુકસાન પહોંચાડ્યું છે, તેમજ આનુવંશિક સમસ્યાઓ ઊભી કરી છે, જે સમાન-ગોત્ર લગ્ન પછી વધે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp