પરણીત ભારતીયોની સેક્સ લાઈફ શા માટે થાય છે બરબાદ, કપલ્સે કહી સ્ટોરી

PC: goodmenproject.com

લગ્ન પછી હનીમૂનને લઈને કપલ્સમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે. જોકે હનીમૂન અથવા પછી લગ્નના કેટલાંક વર્ષો પછી કપલમાં સેક્સને લઈને પહેલા જેવો ક્રેઝ જોવા મળતો નથી. લગ્ન પછી રોમાન્સ ન હોવાના ઘણા કારણો હોઈ શકે છે. એવા ઘણા કપલ્સ હોય છે જેમની સેક્સ લાઈફ લગ્નના અમુક વર્ષો પછી ખતમ થઈ ગઈ હોય. કેટલાય એવા પરણીત કપલોએ પોતાની સ્ટોરી અંગે વાત કરી છે.38 વર્ષના આમિર નામના યુવકે એક પોર્ટલના રિલેશનશીપ કોલમમાં કહ્યું હતું કે, ક્યારેક ક્યારેક મને લાગે છે કે મારી પત્ની હવે મારીત તરફ આકર્ષિત થતી નથી. છેલ્લા એક વર્ષથી મેડિકલ કંડિશનને લીધે મારું વજન સતત વધી રહ્યું છે. તેમાં હું અને મારી પત્ની કંઈ કરી શકતા નથી. તે હવે મારી નજીક ઘણી ઓછી આવે છે.

વર્ષા નામની એક મહિલાએ કહ્યું કે- પુત્રીના જન્મ પછીથી જાણે અમારી સેક્સ લાઈફ જ ખતમ થઈ ગઈ છે. બાળકીની દેખભાળને કારણે ઘણી મુશ્કેલથી અમારી ઊંઘ પૂરી થતી હતી. સેક્સને લઈને અમારો ઉત્સાહ જ જાણે ખતમ થઈ ગયો હોય. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છે પરંતુ પહેલાની જેમ ઈન્ટીમસી ન હોવાને લીધે ક્યારેક પરેશાન થઈ જઈએ છે.

ફારિક નામના એક યુવકે કહ્યું કે- લગ્નના અમુક વર્ષો પછી મારી પત્નીની યુટ્રુસની સર્જરી કરાવી હતી અને દવાઓની અસર તેની યૌન ઈચ્છાઓ પર પડી અને હવે અમારી વચ્ચે કોઈ પ્રકારની ઈન્ટીમસી રહી નથી. મને ઘણી વખત ઘણું ખરાબ લાગે છે. 43 વર્ષની અન્ય એક મહિલા જણાવે છે કે- મારા પતિ સેક્સનો ઉપયોગ અમારી વચ્ચેનો ઝઘડો ખતમ કરવા માટે કરે છે. તેમને ખબર છે કે તેના પછી બધુ નોર્મલ થઈ જશે પરંતુ મને આ ઘણું ખરાબ લાગે છે. પહેલા મને લાગતું હતું કે મારા પતિને મારા પ્રત્યે આકર્ષિત થઈને સેક્સ કરવા ઈચ્છે છે પરંતુ હવે મને અહેસાસ થયો કે લગાઈ ઝઘડાને પતાવવા માટે તેઓ સેક્સનો ઉપયોગ કરે છે.

40 વર્ષના એક વ્યક્તિએ કહ્યું કે- મારી પત્ની ઘણી સુંદર છે પરંતુ ઈન્ટીમસીને લઈને તે ઉત્સાહિત જોવા મળતી નથી. મેં તેની સાથે આ અંગે ઘણી વખત વાત કરવાની કોશિશ કરી પરંતુ તે મારી વાતથી નારાજ અથવા દુખી થઈ જાય છે. આખરે મેં તે અંગે વિચારવાનું જ છોડી દીધું છે. 37 વર્ષની અન્ય એક મહિલાએ કહ્યું છે કે- હું મારા પતિને પ્રેમ કરતી નથી. જોકે મને તેમની પાસેથી ડિવોર્સ પણ જોઈતા નથી. તે એક સારા વ્યક્તિ અને પિતા છે. મેં બસ તેમની સાથે ઈન્ટીમેટ થવાનું બંધ કરી દીધું છે અને તેમને પણ આ અંગે કોઈ આપત્તિ નથી. તે પોતાના કામમાં વ્યસ્ત રહે છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp