ડેઝર્ટ સફારી દરમિયાન વિદેશી છોકરી સાથે થયો પ્રેમ, 50 વર્ષ બાદ ફરી રહી છે પાછી
પ્રેમની કોઈ ઉંમર નથી તેના કિસ્સાઓ ઘણા સાંભળ્યા હશે તો કેટલીક વખત આ કિસ્સા આપણી આસપાસ જોવા પણ મળ્યા હશે. પ્રેમની કોઈ ઉંમર તો હોતી નથી પરંતુ પ્રેમમાં કોઈ સીમા પણ નડતી હોતી નથી. તેવો જ એક કિસ્સો રાજસ્થાનના જેસલમેરમાં જોવા મળ્યો છે, જ્યાં એક 82 વર્ષના ચોકીદારની પ્રેમિકા 50 વર્ષ પછી વિદેશથી પાછી આવી રહી છે. ઓસ્ટ્રેલિયાથી આ પ્રેમિકા માત્ર ચોકીદારને મળવા માટે આવી રહી છે.
અસલમાં હ્યુમન્સ ઓફ બોમ્બેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણી દિલચસ્પ સ્ટોરીઓ અંગે વાત કરવામાં આવે છે. આ સ્ટોરી રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં સ્થિત કુલધરા ગામના 82 વર્ષીય ચોકીદારની છે. 1970ના દશકમાં ઓસ્ટ્રેલિયાથી એક છોકરી ભારતના રાજસ્થાનમાં ફરવા માટે આવી હતી અને તેને જેસલમેરમાં આ વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો. ચોકીદારે જાતે જણાવ્યું હતું કે, હું જ્યારે મરીનાને પહેલી વખત મળ્યો, તો 30 વર્ષનો હતો. તે ડેઝર્ટ સફારી માટે આવી હતી. પાંચ દિવસની આ યાત્રામાં મેં તેને ઊંટની સવારી શીખવાડી હતી અને તે સમયે જ અમે બંને એકબીજાને દિલ દઈ બેઠા હતા.
પાંચ દિવસ પછી મરીનાને પાછું ઓસ્ટ્રેલિયા જવાનું હતું અને તે જતી રહી. થોડા સમય પછી તે મરીનાને મળવા માટે 30000 રૂપિયા ઉધાર લઈને મેલબોર્ન પણ ગયા હતા. પરંતુ મરીના ઈચ્છતી હતી કે લગ્ન પછી ચોકીદાર અહીં જ વસી જાય. પરંતુ તે ભારત પાછો આવી ગયો. રાજસ્થાન આવ્યાના થોડા સમય બાદ તેણે લગ્ન કરી લીધા અને કુલધરામાં જ ગેટ કીપર તરીકેની નોકરી શોધી કઢી. તે કહે છે કે બે વર્ષે પહેલા પત્નીનું મોત થઈ ગયું અને બાળકોના પણ હવે લગ્ન થઈ ગયા છે. અચાનક એક મહિના પહેલા મરીનાનો લેટર મળ્યો. તો તેમની ખુશીનું ઠેકાણું નથી.
હવે મરીના પાછી મળવા માટે આવી રહી છે. આ અંગે ચોકીદારનું કહેવું છે કે મને લાગે છે કે હું ફરીથી 21 વર્ષનો થઈ ગયો છું. મને ખબર નથી કે ભવિષ્ય શું છે પરંતુ મારી લાઈફનો પહેલો પ્રેમ જીવનમાં પાછો આવી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp