ચીટ કરનારા પાર્ટનરને બીજી તક આપવામાં વિશ્વાસ ધરાવે છે મોટાભાગના લોકોઃ સ્ટડી

PC: strongconnections.nl

આજના આ બિઝી સમયમાં પોતાના પાર્ટનરની સાથે સંબંધ બરાબર ન ચાલતા તેઓ તે સંબંધ સુધારવાના પ્રયત્નો કરવાને બદલે બીજી જગ્યાએ પોતાની ખુશી શોધવા માંડે છે. હાલ ચાલી રહેલા આ ટ્રેન્ડને કારણે ઓનલાઈન એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ્સનો રાફડો ફાટ્યો છે અને હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં લોકો આ ડેટિંગ એપ્સ પર પોતાની ખુશી શોધતા હોય છે. ડેટિંગ અને પાર્ટનરને લઈને લોકોની પસંદ, ના પસંદ બદલાતી રહે છે. આ જ ટ્રેન્ડને જાણવા માટે એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડેને હાલમાં જ ભારતીયો પર એક સર્વે કર્યો છે. રિપોર્ટ અનુસાર, ડેટિંગ એપે આ સર્વે 34-39 વર્ષના પોતાના 1000 યુઝર્સ પર કર્યો છે. આ સર્વેમાં મુંબઈ, દિલ્હી, એનસીઆર, ચેન્નઈ, બેંગ્લોર, પુણે અને હૈદરાબાદના લોકોએ ભાગ લીધો હતો. એકસ્ટ્રા મેરિટલ અફેરને લઈને કરવામાં આવેલા આ સર્વેના પરિણામો ખરેખર ચોંકાવનારા છે.

શું કહે છે સર્વે?

સર્વેમાં સામેલ 72 ટકા લોકોએ કોવિડ-19 પ્રતિબંધ હટ્યા બાદ પોતાના ઓનલાઈન ડેટને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સર્વેમાં સામેલ ઘણા લોકોએ બેવફાઈને એક અપરાધ ગણાવ્યો છે. તેમનું કહેવું હતું કે, ચીટ કરનારા પાર્ટનરને માફ ના કરી શકાય, જ્યારે સર્વેમાં સામેલ ઘણા લોકો એવા પણ હતા જે પોતાની સાથે ચીટિંગ થવા છતા પોતાના પાર્ટનરને બીજી તક આપવા માટે તૈયાર હતા. સર્વેના રિપોર્ટ અનુસાર, 36.9 ટકા લોકો ચીટિંગ થવા છતા કોઈપણ પ્રકારની શરત વિના પોતાના પાર્ટનરને માફ કરવા માટે તૈયાર હતા, જ્યારે 40.1 ટકા લોકોનું કહેવું હતું કે, તેમનું ભવિષ્ય ચીટિંગ કરવાના કારણો પર નિર્ભર કરે છે. જ્યારે આશરે 33 ટકા યુઝર્સે ચીટિંગ થયા બાદ તે સંબંધમાંથી બહાર નીકળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજકાલના લોકો પોતાના સંબંધો અને જીવનને લઈને પહેલા કરતા વધુ વ્યવહારિક અને પ્રેક્ટિકલ બની ગયા છે. સાથીની સાથે પોતાની મરજી અનુસાર સંબંધ ન ચાલવા પર પણ લોકો તે સંબંધ પર પૂર્ણવિરામ મુકવાને બદલે, તેનાથી બહાર બીજા સંબંધમાં ખુશીઓ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સર્વેમાં આશરે 48.1 ટકા લોકોનું માનવું હતું કે, તેઓ એક જ સમયે બે અલગ-અલગ લોકોને પ્રેમ કરી શકે છે, જ્યારે 44.5 ટકા લોકો તેની વિરુદ્ધ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp