ઓછી હાઇટવાળા પુરુષોની સેક્સ લાઇફ પર થયેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં ચોંકાવનારો દાવો

PC: womenshealthmag.com

મોટા ભાગની મહિલાઓ લાંબા પુરુષોને પસંદ કરે છે પરંતુ ઓછી હાઇટવાળા પુરુષોની પણ પોતાની વિશેષતા છે. ‘ધ જર્નલ ઓફ સેક્સુઅલ મેડિસિન’ની એક નવી સ્ટડીમાં ઓછી હાઇટવાળા પુરુષો સાથે જોડાયેલી રસપ્રદ જાણકારીઓ સામે આવી છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઓછી હાઇટવાળા પુરુષ વધારે સેક્સુઅલી એક્ટિવ રહે છે. 531 પુરુષો પર કરવામાં આવેલી આ સ્ટડી ન્યૂયોર્ક યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ કરી છે. ચાલો તો જોઈએ કે શું કહે છે આ નવી સ્ટડી.

સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે પુરુષોની લંબાઈ 175 સેન્ટિમીટરથી ઓછી હતી એટલે કે જે લોકો (પુરુફ) 5’9’થી ઓછી હાઇટવાળા હતા તેમની સેક્સ ડ્રાઈવ વધારે સારી હતી. ઓછી હાઇટવાળા પુરુષ ન માત્ર વધારે સેક્સુઅલી એક્ટિવ હોય છે પરંતુ પાર્ટનરને છૂટાછેડા આપવાની સંભાવના પણ તેમનામાં 32 ટકા ઓછી હોય છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે વધારે લાંબા પુરુષોની તુલનામાં ઓછી હાઇટવાળા પુરુષ ઘરકામ પણ વધારે કરે છે અને પૈસા પણ વધારે કમાય છે. કુલ મળીને આ સ્ટડી મુજબ પુરુષની હાઇટ જેટલી ઓછી હશે એટલો જ સારો પાર્ટનર સાબિત થશે.

આ છે કારણ:

સંશોધનકર્તા સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી કે આખરે તેની પાછળ કારણ શું છે પરંતુ તેમને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે લાંબા પુરુષ પોતાના લૂકને લઈને વધારે આત્મવિશ્વાસી હોય છે અને તેઓ ઘરના કામમાં પોતાને લાયક માનતા નથી. તો ઓછી હાઇટવાળા પુરુષ પોતાને સાબિત કરવામાં લાગ્યા રહે છે અને આ જ કારણ છે કે તેઓ ઘર અને ઓફિસ બંને જગ્યાએ સખત મહેનત કરે છે. એવું નથી કે ઓછી હાઇટવાળા પુરુષોને મહિલાઓ પસંદ કરતી નથી. ઘણા એવા ફેમસ સેલિબ્રિટી કપલ્સ છે જેમાં પુરુષ ઓછી હાઇટવાળા અને મહિલાઓ લાંબી છે.

આ લોકો પુરુષોની ઓછી હાઇટવાળી અવધારણાને નકારે છે. જાહેર રીતે ટોલ, ડાર્ક અને હેન્ડસમવાળી વાત હવે જૂની થઈ ચૂકી છે અને આ સ્ટડી બાદ ઓછી હાઇટવાળા પુરુષોની ડિમાન્ડ વધવાની સંભાવના છે. આ સ્ટડીને ઘણા સેલિબ્રિટીઑનું સમર્થન મળ્યું છે. સ્પાઇડરમેન ફિલ્મનો હીરો ટોમ હેલાન્ડે પણ આ પોસ્ટને લાઇક કરી છે જેમાં સ્ટડીને શેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ સ્ટડી તરફ ચર્ચા થઈ રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp