બાળકના જન્મ બાદ પતિનો સેક્સમાં ઓછો થઈ ગયો છે રસ, જાણો શું કરશો

PC: mom.com

બાળકના જન્મ બાદ એક કપલની લાઇફ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. તેના પ્રભાવમાંથી તેમની સેક્સ લાઇફ પણ બાકાત નથી રહી શકતી. તેને કારણે ઘણી મહિલાઓ પોતાના પતિ પાસેથી પહેલા જેવા કનેક્શનનો અનુભવ નથી કરી શકતી. આવુ શા માટે થાય છે, તેના કારણ જાણો અને તેને કઈ રીતે સોલ્વ કરી શકાય તે અંગે એક્સપર્ટ પાસેથી ડિટેલમાં જાણકારી મેળવો.

પહેલીવાર માતા બનેલી મહિલાઓમાં મોટાભાગની મહિલાઓ એવી ફરિયાદ કરતી હોય છે કે, બાળકના જન્મ બાદ તેમનો પાર્ટનર સેક્સમાં ઓછો રસ ધરાવે છે. આવુ થવુ એક ખરાબ અનુભવ હોઈ શકે છે પરંતુ, એ સમજવુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે આ એક સામાન્ય સમસ્યા છે અને એની પાછળ ઘણા એવા કારણો જવાબદાર છે જે તેમા યોગદાન આપી શકે છે.

બાળકના જન્મ બાદ પુરુષોની સેક્સમાં રુચિ ઓછી થવાનું મુખ્ય કારણ થાક અને તણાવ હોય છે. ઘરમાં એક બાળક હોવુ ખૂબ જ થકાવી નાંખનારું હોય છે, જેના કારણે પુરુષો પોતાની ઊર્જા અને સેક્સ કરવાની ઇચ્છામાં ઘણીવાર ઉણપ આવવાનો અહેસાસ કરે છે. આ ઉપરાંત, કેટલાક પુરુષ એક નવા બાળકની સંભાળ કરવાની જવાબદારીમાં એવા અટવાઈ જાય છે કે તેઓ પોતાના પાર્ટનરની સેક્સની ઇચ્છાઓ યોગ્યરીતે પૂરી નથી કરી શકતા.

બાળકના જન્મ બાદ મોટાભાગના પતિ-પત્નીનું ધ્યાન બાળકના ઉછેર પર રહે છે. બાળકની સાથે રમવુ, તેની હરકતો પર હસવુ અને શરારતો પર નજર રાખવાના કારણે પતિ પત્નીના જીવનમાં રોમાન્સ ઓછો થવા માંડે છે. બાળકની સંભાળ લેતા લોકો પોતાના પાર્ટનરની સાથે રોમાન્સ ઓછો કરી દે છે, જે તેમની વચ્ચે ધીમે-ધીમે સમસ્યા બનવા માંડે છે. આથી, પતિ-પત્નીએ એકબીજા પર ધ્યાન આપવું જોઈએ.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો એ મહત્ત્વપૂર્ણ છે કે તમે પોતાના પતિની સાથે આ અંગે ખુલીને વાત કરો અને તમે બંને સાથે મળીને આ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. સુનિશ્ચિત કરો કો તમે બંને જરૂરિયાત અનુસાર આરામ કરી રહ્યા છો અને પોતાની દેખરેખ માટે પૂરતો સમય કાઢી રહ્યા છો. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તમે ચિતિત્સકની મદદ પણ લઈ શકો છો.

યાદ રાખો, બાળકના જન્મ બાદ યૌન ઇચ્છામાં ઘટાડાનો અનુભવ થવો સંપૂર્ણરીતે સામાન્ય છે. ધૈર્ય, સમજ અને એકબીજા સાથે વાતચીતની સાથે તમે અને તમારા સાથી પોતાની સેક્સ લાઇફને પહેલા જેવી ફરીથી બનાવી શકો છો. આથી, પોતાના સંબંધોને મજબૂત કરવાની રીત શોધવા માટે સાથે મળીને કામ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp