શિલ્પા શેટ્ટીએ ક્રાઇમ બ્રાન્ચને કહ્યું -રાજ કુન્દ્રા શું કરતો હતો? પૂછતી નહોતી

PC: indiatoday.in

રાજકુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 23 જુલાઇના રોજ શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધ્યું હતું. એક ન્યૂઝ ચેનલને શિલ્પા શેટ્ટીએ ક્રાઇમ બ્રાન્ચને આપેલા નિવેદનની ડિટેલ મળી હતી. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે તે રાજ કુન્દ્રાને તેના કામ બાબતે પૂછતી નહોતી. તે પોતે જ પોતાના કામમાં બીઝી હતી. શિલ્પા શેટ્ટીએ હૉટશૉટ એપ બાબતે જાણકારી ન હોવાની વાત કહી છે. રાજ કુન્દ્રા હાલમાં જેલમાં છે. શિલ્પા શેટ્ટીએ પોલીસને કહ્યું હતું કે વર્ષ 2019મા રાજ કુંદ્રાએ કંપની Armsprime મીડિયા જોઇન્ટ કરી હતી.

સૌરવ કુશવાહા તેનો પાર્ટનર હતો. આ કંપની પૂનમ પાંડે જેવી એક્ટ્રેસનો શૉર્ટ વીડિયો બનાવતી હતી જેમાં એક્ટ્રેસિસ એક્સપોઝ કરતી હતી. એ બધુ તેમની મરજીથી થતું હતું. મેં રાજ કુન્દ્રાને આ બાબતે પૂછ્યું હતું. તેણે કહ્યું હતું કે OTT પ્લેટફોર્મ સારું કરી રહ્યું છે અને તેનાથી સારી પ્રોફિટ થઈ રહ્યું છે. ત્યારબાદ રાજ કુન્દ્રા કેટલાક કારણોથી સૌરવ કુશવાહથી અલગ થઈ ગયો હતો. શિલ્પા શેટ્ટીએ કહ્યું કે તે આરોપી ઉમેશ કામથને જાણતી હતી કેમ કે તે પોતાની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. ફેબ્રુઆરીમાં જ્યારે ધરપકડ થઈ હતી તો શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રાને આ બાબતે પૂછ્યું હતું.

રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને કહ્યું હતું કે ઉમેશ કામથ અલગથી ગહના વરિષ્ઠ સાથે કામ કરે છે અને પોર્ન વીડિયો ક્રિએટ કરીને વેચે છે. આ કારણે તેની ધરપકડ થઈ છે. શિલ્પા શેટ્ટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે એપ્લિકેશન વૉલીફેમ બાબતે કશું જ જાણતી નહોતી. મને હવે તેની બાબતે જાણવા મળ્યું છે કે વિયાન ઇન્ડસ્ટ્રી વડે હૉટશૉટ એપને ક્રિએટ કરવામાં આવી હતી અને પૉર્ન વીડિયો બનતા હતા. પછી તેને પ્રદીપ બખ્શીની કંપની Kenrinને વેચવામાં આવતા હતા. હું મારા કામમાં બીઝી હતી અને હું પોતાના પતિને એ પુછતી નહોતી કે તે શું કરે છે.

શિલ્પા શેટ્ટીએ કહ્યું કે તે મને પોતાના કામ બાબતે કશું જ કહેતો નહોતો. મને એ બાબતે કશું જ ખબર નથી. તે લંડનમાં બિગ બ્રધરની શૂટિંગ કરી રહી હતી. જ્યાં એક કોમન ફ્રેન્ડ Farat Hussainના માધ્યમથી તેની રાજ કુન્દ્રા સાથે મુલાકાત થઈ હતી. વર્ષ 2009મા તેમના લગ્નમાં થયા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે અને ઘણા બધા બિઝનેસ ચલાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp