26th January selfie contest
BazarBit

35 વર્ષીય માતા તેના 20 વર્ષીય સાવકા પુત્ર જોડે પરણી, પતિને આપ્યા ડિવોર્સ

PC: thesun.ie

કહેવામાં આવે છે કે જોડી ઉપરથી બનીને આવે છે. પણ અમુક જોડી એવી પણ બને છે જે એકબીજા પ્રત્યેની ભાવનાથી બને છે. જેને ક્યારેય પણ સમજી શકાય નહીં. અમુક સંબંધો એવા હોય છે જે ખૂબ જ અજીબ હોય છે. જેને સમજવા પણ અઘરા છે. પણ જો તે પ્રેમ આખરે જીતી જાય છે તો પછી સવાલ કરવો બનતો જ નથી.

ખેર, અમે તમને એવી લવ સ્ટોરી અંગે જણાવી રહ્યા છે, જેણે દુનિયાભરના લોકોની નજર ખેંચી છે. એક 35 વર્ષીય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસરે તેના 20 વર્ષના સાવકા દીકરા જોડે લગ્ન કરી લીધા છે. મહિલાએ તે 20 વર્ષીય યુવાનના પિતાને તલાક આપી દીધો છે. જે 45 વર્ષના છે.

રશિયાની મારીઆ તેના એક્સ પતિ એલેક્સી અને તેના સાવકા દીકરા જોડે લગભગ 10 વર્ષથી રહેતી હતી. પણ 10 વર્ષના લગ્ન પછી બંનેએ તલાક લેવાનો નિર્ણય કર્યો. તલાક લીધા બાદ મારીઆને તેના એક્સ પતિના 20 વર્ષીય દીકરા વ્લાદિમીરમાં પ્રેમ દેખાયો. તે પોતાના જ સાવકા દીકરાના પ્રેમમાં પડી ગઇ. વ્લાદિમીરને પણ તેની સ્ટેમમોમ જોડે પ્રેમ થઇ ગયો.

આ કપલે 2020ની શરૂઆતમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પણ તેમનો પ્લાન કોરોના વાયરસ મહામારીના કારણે સ્થગિત થઇ ગયો હતો. પણ આખરે બંનેએ ગયા અઠવાડિયે જ લગ્ન કરી લીધા. રજિસ્ટ્રી ઓફિસમાં બંનેએ લગ્ન કરી લીધા. તેમના લગ્નાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સાથે જ લોકો તેના પર ખૂબ કમેન્ટ અને લાઇક્સ પણ કરી રહ્યા છે.

મારીઆએ કહ્યું કે, રજિસ્ટર મેરેજ કર્યા પછી અમે બંનેએ ટિપિકલ રીતે વેડિંગ ડ્રેસમાં અને થોડા મહેમાનોની ઉપસ્થિતિમાં એક લોકલ રેસ્ટોરાંમાં રિસેપ્શન આપ્યું. મારીઆ કહે છે કે, અમારા લગ્નથી સંબંધોમાં જરા પણ ફર્ક પડ્યો નથી. જોકે, મારીઆ અને વ્લાદિમીર સ્વીકારે છે કે તેમના હવે એલેક્સી સાથે બોલવાના સંબંધ પણ નથી. કપલ હવે એક બેબી પણ એક્સપેક્ટ કરી રહ્યા છે. બાળકના આવવાની સાથે તેઓ હવે મોટા શહેરમાં રહેવા જઇ રહ્યા છે.

10 વર્ષના લગ્નમાં મારીઆ અને એલેક્સીએ 4 બાળકોને દત્તક લીધા, જેઓ હવે તેમના પિતા એલેકેસી સાથે જ રહે છે. કારણ કે પિતાએ તેમની કસ્ટડી જીતી લીધી હતી.

 
 
 
View this post on Instagram

Принимаем поздравления и лайки🙂 Не дотерпели вы до вечера и завалили директ. Видео обычное. По делам покатались и заехали в Загс 😅 Расчески не было. Кольца в машине. Зато было хорошее настроение и смущение. Мы очень какие-то лунтики на видео. Но вот так. Главное для меня не как, а за кого и с кем 🙂❤️ Вечером постараюсь залить фото в платье. Объявляю нас мужем и женой😅( мы хотели немного наряднее😅, но уже вечером)

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on

મારીઆ રશિયામાં એક જાણીતા ચહેરો બની ગઇ છે. જ્યારથી તેની એક ડોક્યુમેન્ટરી રીલિઝ થઇ હતી. જેમાં તેના વજન ઉતારવાની જર્નીને ફીચર કરવામાં આવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp