21 વર્ષ સુધી પત્નીની લાશ સાથે રહ્યો વ્યક્તિ, તેની સાથે સૂતો, તેની સાથે વાત કરતો

PC: twitter.com

થાઇલેન્ડમાં એક 72 વર્ષીય વ્યક્તિ તેની પત્નીની લાશ સાથે 21 વર્ષ સુધી રહ્યો. તે ક્યારેક તેની સાથે વાતો કરતો તો ક્યારેક તેની સાથે સૂતો. આ વ્યક્તિ તેના એક રૂમ વાળા ઘરમાં જ પત્નીની લાશને શબપેટીમાં રાખીને રહેતો હતો. તે તેની પત્નીના મોત પછી પણ તેનાથી અલગ થવા માંગતો નહોતો. તેવામાં તેણે તેની પત્નીની લાશને ઘરમાં દફનાવી દીધી હતી.  કેટલાક લોકોએ તે વ્યક્તિને તેનો પત્ની પ્રત્યેનો લગાવ જોઇને અમર પ્રેમની વ્યાખ્યા આપી તો કેટલાક લોકોએ અનંત પ્રેમ કરવાવાળો વ્યક્તિ કહ્યું હતું. હાલમાં જ આ વ્યક્તિએ તેની પત્નીની લાશની અંતિમવિધિ કરી હતી. રોતા-રોતા પોતાની પત્નીને અંતિમ વિદાય દેતા આ વ્યક્તિનો ફોટો સામે આવ્યો છે.

The Straits Timesના રીપોર્ટ મુજબ 72 વર્ષના આ વ્યક્તિનું નામ ચરન જનવાચકલ છે અને તે થાઈલેન્ડના બેંગ ખેન જિલ્લાનો રહેવાસી છે. થાઈ સેનામાં ડોકટર રહેનાર ચરન પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેવામાં જયારે તેની પત્નીનું મોત થયું ત્યારે લાશને કબ્રસ્તાનમાં દફનાવવાના બદલે ઘરમાં જ દફનાવી દીધી હતી. આ ઘટના પછી ચરનના બે છોકરાઓ ઘર છોડીને ચાલ્યા ગયા. પરંતુ ચરન જનવાચકલને તેનાથી કોઈ ફેર પડ્યો નહી અને તેમણે લાશને ઘરમાં જ દફનાવી દીધી. તે ક્યારેક લાશ પાસે જઈને વાતો કરતો તો ક્યારેક સૂઈ પણ જતો. 

21 વર્ષ પછી ગયા મહિને 29 એપ્રિલે ચરને તેની પત્નીના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો. તેના માટે તેમણે એક સંસ્થાનો સંપર્ક કર્યો. સંસ્થાની મદદથી તેમની પત્નીની લાશના અવશેષોને શબપેટીમાંથી બહાર કાઢ્યા અને વિધિવત રીતે છેલ્લીવાર વિદાય આપી.

સોમવારે એક સ્થાનિક વકીલ નીતિથોર્ન કેવટોએ આ 72 વર્ષીય વ્યક્તિનો સંપર્ક કર્યો અને તેમનો ઈન્ટરવ્યૂ લીધો. વકીલે કહ્યું કે, વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ ભણેલો-ગણેલો છે અને તેની પાસે અનેક ડિગ્રીઓ પણ છે. પરંતુ, પત્નીના મોત બાદ તે ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા. તેમના ઘરમાં ન તો લાઈટ છે ન તો સારો પલંગ. પત્નીના અંતિમ સંસ્કાર પછી તેમને ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વકીલે કહ્યું કે, વૃદ્ધે પત્નીની લાશનો અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો, કારણ કે તેમને બીક હતી કે તેમના મૃત્યુ બાદ કોઈ તેને યોગ્ય સન્માન નહીં આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp