26th January selfie contest

મોટી બહેન પ્રેમી સાથે નાસી જઇ રહી હતી, નાનોભાઇ વચ્ચે પડ્યો તો મળ્યું મોત

PC: aajtak.in

હરિયાણાના પાનીપતમાં પ્રેમી સાથે ભાગી રહેલી બહેનનો પીછો કરવો નાના ભાઇને ભારે પડી ગયો હતો. પ્રેમી અને તેના પરિવારજનોએ ભેગા મળીને તેની મારપીટ કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. યુવાન કલાકો સુધી રસ્તા પર કણસતો રહ્યો હતો.ઘટના સ્થળે પહોંચેલા તેના પરિવારજનોએ હોસ્પિટલ તો પહોંચાડયો હતો પણ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.ફરી એકવાર પાનીપતના નામુંડા ગામમાં સંબધોની હત્યાનો મામલો સામે આવ્યો છે.

પાનીપતના નામુંડા ગામમાં 18 વર્ષનો વંશ નામનો યુવાન રહેતો હતો. તેની મોટી બહેન ગામમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમમાં પડી હતી. જે વાત વંશને પસંદ નહોતી, તેણે તેની બહેન અને પ્રેમીને વાંરવાર સમજાવ્યા હતા.તેણે પ્રેમીને કહ્યું હતું કે અમે ઇજજતદાર લોકો છીએ તમે આવું નહીં કરો.પરંતુ પ્રેમી અને બહેને વંશને ધમકી આપી હતી કે, પ્લીઝ, તુ વચ્ચે નહીં આવતો નહીં તો તારી હત્યા કરી નાંખીશું.

ગુરુવારે વંશની બહેન ઘરેથી કોલેજ જવાનું બહાનું કાઢીને નિકળી હતી અને સીધી પ્રેમીની કોલેજ પર પહોંચી હતી. ત્યાંથી બનેં પ્રેમી પંખીડા ફરાર થઇ ગયા હતા.વંશને જાણ થતા તે પીછો કરવા નિકળ્યો હતો.પ્રેમીએ તેના મિત્ર અને પરિવારજનોને બોલાવીને વંશને રસ્તામાં જ આંતરી લીધો હતો અને તેની બેરહમીથી પિટાઇ કરી હતી.વંશને ગંભીર રીતે ઘાયલ કરીને તેઓ ફરાર થઇ ગયા હતા. પરંતુ વંશ કલાકો સુધી રસ્તા પર પડયો રહ્યો હતો.જયારે વંશના પરિવારજનોને ઘટનાની જાણ થઇ તો તેઓ વંશને હોસ્પિટલ લઇ ગયા હતા પણ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.વંશના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મારપીટ અને ઝેરીલો પદાર્થ ખવડાવીને વંશની હત્યા કરવામાં આવી છે.

સામાન્ય રીતે આવી ઘટનાઓમાં પ્રેમી પંખીડાઓને પરિવારજનો મારી નાંખતા હોય છે. આવી ઘણી ઘટનાઓ બહાર આવી ચૂકી છે પંરતુ આ ઘટનામાં પ્રેમી પંખીડા તો બચી ગયા પરંતુ છોકરીના ભાઇએ જીવ ખોવાનો વારો આવ્યો છે. 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp