એલન મસ્કનો 23 વર્ષનો મિત્ર ભારતીય ઇજનેર છે, જાણો કેવી રીતે થઇ હતી દોસ્તી

PC: economictimes.indiatimes.com

દુનિયાના સૌથી અમીર વ્યકિત અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કનો એક 23 વર્ષનો ભારતીય યુવાન મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. મસ્ક અને ઇજનેર યુવાનની દોસ્તી ટ્વીટર પર થઇ હતી અને હવે બનેં ટ્વીટર મેસેજથી વાત કરતા રહે છે.

 એલન મસ્ક ટ્વીટર પર અનેક વાતો શેર કરતા રહેતા હોય છે. તેમના ટ્વીટર પર 162 મિલિયન ફોલોઅર્સ છે અને તેઓ પોતે 135 લોકોને ફોલો કરે છે. મસ્ક સાથે ભારતના એક યુવાનની મિત્રતા છે અને તેનું નામ પ્રણય પથોલે છે. પ્રણય પૂણેમાં રહે છે અને સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરે છે.

હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રણયે કહ્યુ હતું કે એલન મસ્ક સાથે તેની દોસ્તી વર્ષ 2018માં એક ટ્વીટ દ્રારા થઇ હતી. પ્રણયે કહ્યુ કે 2018માં પહેલીવાર ટેસ્લાના ઓટમોમેટિક વિંડસ્ક્રીન વાઇપર બાબતે એલન મસ્કને સંબોધીને ટ્વીટ કરી હતી. પરંતુ તે વખતે ખબર નહોતી કે ટેસ્લાના બોસનો જવાબ પણ આવી શકે.

પ્રણયે કહ્યું કે જયારે અલન મસ્કે પહેલીવાર વાત કરી તે મારા માટે ખાસ દિવસ હતો. હવે મસ્ક સાથે નિયમિત વાત થતી રહે છે. પ્રણય અને એલન મસ્ક ટ્વીટરના ડાયરેક્ટ મેસેજ પર વાત કરતા રહે છે.

પ્રણય પેથોલ  TCSમાં સોફટવેર ડેવલપર તરીકે કામ કરે છે. તેના ટ્વીટર પર 1 લાખથી વધારે  ફોલોઅર્સ છે. પ્રણયના માર્સ વાળા ટ્વીટ પર એલન મસ્કે પણ પ્રતિક્રિયા આપી હતી. પ્રણયના એ ટ્વીટ પર 28 હજાર રિટ્વીટ થયા હતા અને 1 લાખ 38 હજાર લાઇક્સ આવી ચૂક્યા છે. પ્રણય ઘણી વખત સ્પેસ અને રોકેટને લઇને વાત લખતો રહે છે.

ઇન્ટરવ્યૂમાં પ્રણયે કહ્યુ કે એલમ મસ્કે સુપર ફ્રેન્ડલી વ્યકિત છે અને ઘણા વિનમ્ર છે. તેમની સાથે વાતચીત પરથી ખબર પડે છે કે તેમને તેમના સ્ટેટસનું કોઇ ઘમંડ નથી. પ્રણયે કહ્યુ કે એલન મસ્ક ટ્વીટર પર ખાસ્સા એક્ટિવ રહેતા હોય  છે. પ્રણયે કહ્યુ કે હું જયારે પણ  ટ્વીટર પર તેમને મેસેજ કરું તો થોડા જ સમયમાં તેમનો જવાબ આવી જ જતો હોય છે.

પ્રણયે કહ્યું કે એલમ મસ્ક સાથે વાતચીત કરતી વખતે એવું કયારેય લાગે નહી કે  તમે દુનિયાના સૌથી અમીર વ્યકિત સાથે વાતચીત કરો છો. તેમનો વ્યવહાર એકદમ મૈત્રીપૂર્ણ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp