ડિસેમ્બરમાં સૌથી વધુ રોમેન્ટિક કેમ થાય છે કપલ્સ?

PC: jessicaajemanphotography.com

આમતો પ્રેમ કોઇ ખાસ દિવસે કે મહિનો જોઇને નથી થતો પરંતુ ડિસેમ્બરના મહિનામાં કપલ્સ સૌથી વધુ રોમેંટિક થઇ જાય છે. કદાચ એટલા માટે ડિસેમ્બરને 'રોમાંસ નો મહિનો' પણ કહેવામાં આવે છે. થયેલા સર્વેની માનીએ તો આ મહિનામાં કપલ્સ વધુ સંબંધ બનાવાનુ પસંદ કરે છે. તો આવો જાણીએ કે આખરે લવમેકિંગ માટે કેમ હોય છે ડિસેમ્બર બેસ્ટ મહિનો.

ખુશનુમાં માહૌલના કારણે

ડિસેમ્બરને પ્રેમનો મહિનો એટલા માટે કહેવાય છે કે કારણકે ક્રિસમસ અને ન્યૂયરના કારણે કપલ્સ આખુ વર્ષ થયેલ ભૂલ ને દૂર કરીને એક બીજાની નજીક આવે છે. ત્યાંજ અહી ખુશનુમાં માહૌલમાં કપલ્સ એક બીજાથી નવા નવા પ્રોમીસ કરે છે, જે તેમને વધુ નજીક લાવે છે.

હોર્મોન્સમાં બદલાવ

માનવામાં આવે છે કે શિયાળામાં છોકરો અને છોકરી બંન્નેના શરીરમાં હોર્મોન્સનુ પરિવર્તન થાય છે, જેના કારણે કપલ્સ એક બીજાની તરફ આકર્ષાય છે.

પાર્ટનરનો આશિકાના મૂડ

વિંટર વેકેશનમાં વધારે કપલ્સનો મૂડ વધારે આશિકાના અને ખુશનુમાં રહે છે, જે બંન્ને દિલોને એક બીજીના નજીક લાવવામાં મદદ કરે છે.

ગરમીનો અહેસાસ

આ મહિનામાં લોકો વધારે એવી વસ્તુઓનુ સેવન કરે છે જેનાથી શરીરમાં ગરમી પેદા થાય છે. એમાંથી એક છે ચોકલેટ, જેના સિવાય ક્રિસમસ અને ન્યૂયરનુ સેલિબ્રેશન અધુરુ છે. ત્યાંજ આ વસ્તુઓની અસર મૂડ પર પણ પડે છે, જો કે કપલ્સને રોમેન્ટિક બનાવી દે છે.

ઠંડી હવા અને ઠંડુ વાતાવરણ

ડિસેમ્બરમાં ઠંડી હવા અને ઠંડા વાતાવરણ કપલ્સના મૂડને વધુ રોમેન્ટિક બનાવી દે છે. આ વાતાવરમમાં બેડ પરથી ઉઠવાની ઇચ્છા થતી નથી, જેના કારણે પાર્ટનરનુ વધારે નજીક આવવાનુ મન કરે છે. પતિ-પત્નિના વચ્ચે દૂરી પણ ઓછી થાય છે.

નાની રાતો લાંબી થઇ જાય છે

શિયાળામાં દિવસ કરતા રાત વધુ લાંબી હોય છે, જેના કારણે ઠંડી સામાન્યતા વધી જાય છે. એવામાં જો કડકડાતી ઠંડી અને ગરમા ગરમ કોફીની સાથે હમસફરનો સાથ મળી જાય તો રોમાંસ થવો તો એ કોઇ મોટી વાત નથી.

મહિલાઓની બોડી લાગે છે અટ્રેક્ટિવ

2008માં થયેલી એક સ્ટડી અનુસાર માનીએ તો વાતાવરણમાં પુરુષોને મહિલાઓની બોડી ખૂબ એક્ટિવ લાગે છે. આ સમયે તેમને મહિલાઓના શરીરથી ગરમાહટ ફિલ થાય છે, જેના કારણે કપલ્સ એક બીજની નજીક આવી જાય છે.

ટ્રીપ પર જવાનો મહિનો

ડિસેમ્બરમાં કપલ્સ ટ્રિપ પર જવાનુ ઘણુ પસંદ કરે છે, જેમાં તો ના ઘરના કામકાજનુ ટેંશન હોય છે અને ના તો ઓફિસનો વર્કલોડ. એવામાં ઘરથી દૂર સુંદર જગ્યાઓ પર પાર્ટનર સાથે હોય તો રોમાંસ જ યાદ આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp