પત્નીનો એક હાથ કામ કરતો ન હતો, પતિએ સોપારી આપી કરાવી દીધી હત્યા

PC: aajtak.in

બિહારના મુંગેરમાં 15 નવેમ્બરના રોજ થયેલી દીપિકા શર્મા હત્યાકાંડનો પોલિસે 36 કલાકની અંદર ખુલાસો કર્યો છે. હત્યાના કાવતરામાં સામેલ આરોરી CISFમાં કાર્યરત પતિ સહિત પાંચ હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એક દુર્ઘટનામાં મૃતકાના હાથમાં ગોળી લાગવાને લીધે હાથ ડેમેજ થઇ ગયો હતો. હાથ કામ ન કરવાથી નાખુશ પતિએ એક લાખ વીસ હજાર રૂપિયા આપીને પોતાની પત્નીની હત્યા કરાવી નાખી.

પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે દીપિકા શર્માની આરોપીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેને લઇ મૃતકાના ભાઈના નિવેદન પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલામાં એસડીપીઓના નેજામાં એક ટીમ ગઠન કરવામાં આવી. ટીમે અનુસંધાન પ્રારંભ કરી તો પરિજનોની સંલિપ્તતાથી લિંક મળી ત્યાર પછી પોલીસે મૃતકાના દિયર છોટૂ શર્મા, સસરા રાજીવ કુમાર અને દિયર સુમિત કુમારની કોલ ડિટેલ કાઢી કારણ કે છોટૂ અને સુમિત હત્યાના દિવસે ઘરમાં જ હતા.

કોલ ડિટેલના આધારે પોલિસે શૂટર ગૌતમ કુમાર, સંજીવ કુમાર અને પતલૂ વિશે ફોન પર થયેલી વાતચીતની જાણ થઇ ત્યાર પછી પોલીસે ત્રણેયના ઘરે છાપેમારી કરી અને ગૌતમ તથા સંજીવની પોલીસે ધરપકડ કરી તો પતલૂ ફરાર થઇ ગયો.

શૂટર ગૌતમ કુમારે પોલીસને જણાવ્યું કે સુમિત કુમારે લગભગ એક મહિના પહેલા ફોન કરીને કહ્યું હતું કે મારા ભાઇ રવિ કુમાર જે CISF ધનબાદમાં કામ કરે છે તે પોતાની પત્નીની હત્યા કરવા માગે છે. ડીલ 120000 રૂપિયામાં નક્કી થઇ.

પોલીસે જણાવ્યું કે 2017માં મૃતકા દીપિકા શર્માના પિયરે ગોળીબારીની ઘટના બની હતી. તે સમયે મૃતકા સાત મહિનાની ગર્ભવતી હતી. તે ઘટનામાં ગોળી લાગવાથી દીપિકાના માતાનું નિધન થયું હતું જ્યારે દીપિકાને બે ગોળી લાગી હતી જેમાં એક ગોળી તેના હાથમાં લાગી હતી. જેને લીધે તેના એક હાથે કામ કરવાનું બંધ થઇ ગયું હતું. આ કારણે દીપિકાના સાસરિયાના લોકો તેને નાપસંદ કરવા લાગ્યા હતા.

એસપીએ જણાવ્યું કે, આનાથી નારાજ પતિ અને સાસરિયાઓએ દીપિકાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. સોમવારે દીપિકા જ્યારે ટોયલેટ જઇ રહી હતી તે સમયે શૂટર અંદર આવ્યા અને તેના પર ફાયરિંગ કરી તેની હત્યા કરી નાખી. ઘટનામાં સામેલ આરોપી પતિ, તેના બે ભાઈ અને બે શૂટરોની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે એક ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસ છાપેમારી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp