બિલને અફેર હતું છૂટાછેડા પછી દિવસો સુધી રડી હતી હવે ખુશ છું: મેલિંડા ગેટ્સ
દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં સામેલ અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથે 27 વર્ષના લગ્ન જીવન પછી છુટાછેડા લેનાર મેલિંડા ગેટ્સે પહેલીવાર બિલગેટ્સ સાથે છુટાછેડાના કારણ અને અફેર વિશે પણ વાત કરી છે. મેલિંડાએ કહ્યુ કે છુટાછેડા પછી કેટલાંય દિવસો સુધી રડતી રહી હતી. જો કે મેલિંડા ફ્રેન્ચ ગેટ્સે કહ્યું કે હવે ખુશ છું અને જિંદગીનું નવું પાનું પલટવા જઇ રહી છું. મેલિંડાએ કહ્યું કે મારી અને બિલ વચ્ચે એક દંપતિ તરીકે જે હોવું જોઇએ તેવું કશું બચ્યું નહોતું.
માઇક્રોસોઉટના કો- ફાઉન્ડર અને વિશ્વના સૌથી અમીર વ્યકિતઓમાંના એક બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ ઓગસ્ટ 2021માં 27 વર્ષના દાંપત્ય જીવન પછી છુટા પડ્યા હતા. છુટાછેડાનો નિર્ણય મે 2021માં જ લેવાઇ ગયો હતો. છુટાછેડા પછી લગભગ 8 મહિના પછી મેલિંડાએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં છુટાછેડા વિશે અને બિલ ગેટ્સના એફર વિશે વાત કરી હતી.
મેલિંડા ગેટ્સે સીબીએસ ન્યૂઝના મોર્નિંગ શોમાં ગેલ કિંગને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. મેંલિડાએ કહ્યું કે બિલ ગેટ્સના લગ્નેત્તર સંબધ હતા પણ એના માટે મેં બિલને માફ કરી દીધો હતો. પરંતુ એક સમય એવો આવ્યો જયારે એમ લાગ્યું કે એક છત નીચે જિંદગી પસાર થઇ શકે એવું એક દંપતિ તરીકે બનેંમા કશું બચ્યું નથી.
મેંલિડા સાથે તલાકની જાહેરાત પછી બિલના એક પ્રવક્તાએ ગેટ્સના 20 વર્ષ જુના લગ્નેત્તર સંબધની વાત કરી હતી. મેંલિડા સાથે લગ્ન થયા હતા ત્યારથી જ બિલને અફેર હતું.
મેંલિડાએ કહ્યુ કે જયારે બિલથી અલગ થઇ ત્યારે દિવસો સુધી ખુબ રડી હતી મારી જિંદગીમાં કેટલોક સમય એવો પણ આવ્યો જયારે લગ્ન વિચ્છેદ પર મને ખુબ ગુસ્સો આવતો હતો. મેલિંડાએ કહ્યું કે એ મારા માટે શોકનો સમયગાળો હતો. પરંતુ હવે દુખમાંથી બહાર આવી રહ્યું છું અને ઠીક થઇ રહી છું. જો કે 27 વર્ષના લગ્ન જીવનમાં અમે 3 બાળકોનો સારી રીતે ઉછેર કર્યો હતો અને એક શ્રેષ્ઠ સંસ્થા બનાવી હતી.
ઇન્ટરવ્યૂમાં મેંલિડાએ જે વાત કહી તે છુટાછેડા લેનાર અનેક મહિલાઓને કામ લાગી શકે તેવી છે. મેંલિડાએ કહ્યું કે હવે જિંદગીના બીજા પાસાઓને જોવાની કોશિશ કરી રહી છુ અને જિંદગીનો નવો અધ્યાય લખવા માટે નવું પાનું પલટી રહી છું. મેલિંડાએ કહ્યુ કે નવી જિંદગી માટે હું ખુબ ઉત્સાહિત છુ અને જિંદગીમાં આગળ વધવા માંગુ છું.
મેલિંડાએ કહ્યું કે મે 2021માં લાંબા વિચાર વિમર્શ પછી મે 2021માં અમે છુટા પડવાનું નક્કી કર્યું હતું. મેલિંડાએ કહ્યું કે પોતે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનમાં બિલ સાથે મળીના કામ કરતા રહેશે.
બિલ ગેટ્સ અને મેલિંડાની પહેલી મુલાકાત 1987માં થઇ હતી જયારે મેલિંડાએ માઇક્રોસોફ્ટ જોઇન કર્યું હતુ. 1994માં બિલ અને મેંલિડાએ લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp