સચિવાલયમાં ઇલેક્ટ્રિક કાર બંધ, બસો ક્યાંથી દોડી શકે!

PC: khabarchhe.com

ગુજરાતમાં ઇલેક્ટ્રિક બસો દોડવાની યોજનાને ગ્રહણ લાગી ચૂક્યું છે. સરકારે જાહેરાત તો કરી દીધી પરંતુ એજન્સી નક્કી કરતાં સરકારને નાકે દમ આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ પ્રોજેક્ટ અદ્ધરતાલ છે. બસ તો ઠીક સરકારે સચિવાલયમાં ઇલેક્ટ્રિક કાર ખરીદી હતી પરંતુ તે મેઇન્ટેનન્સ અને ઓપરેટર વિના ધૂળ ખાઇ રહી છે. સચિવાલયના પાર્કિંગમાં આ કાર પડી રહી છે.

સરકારનો આશય હતો કે સચિવાલયના ગેટથી બ્લોકમાં મુલાકાતીઓને લાવવા અને લઇ જવા માટે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરાશે. મોદી સરકારમાં આ કાર ખરીદવામાં આવી હતી. જ્યારે જ્યારે મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થતી હતી ત્યારે સચિવાલયની આ કાર મહેમાનો માટે મૂકવામાં આવે છે પરંતુ સચિવાલયમાં તેનો હાલ કોઇ ઉપયોગ થતો નથી.

ગુજરાતમાં ઇલેક્ટ્રિક બસો દોડાવાની યોજના હજી ફળીભૂત થઇ નથી. સરકારે નક્કી કર્યું હતું કે રાજ્ય એસટી નિગમ પ્રાયોગિક ધોરણે આવી બસો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડાવશે પરંતુ હજી સુધી આ બસો ચાલુ થઇ શકી નથી.

સરકારે 2015માં નક્કી કર્યું હતું કે ઇલેક્ટ્રિક બસનો પ્રોજેક્ટ એ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત રાજ્ય એસટી નિગમનું સંયુક્ત સાહસ છે. આ બસ માટે સેન્ટ્રલ બસ સ્ટેશને બસના ચાર્જીંગ માટે ઇલેક્ટ્રિક સપ્લાયની સુવિધા પૂરી પાડવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp