હજુ એક ગામ નિઃસહાય

PC: gujarat.net

ઉત્તર ગુજરાતના હજું ઘણાં ગામોમાં સહાય પહોંચી ન હોવાથી આ ગામો લાચાર બની ગયા છે. ભાજપના સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાધનપુર તાલુકાનું નજુપુરા ગામમાં હજુ પણ સહાય મળતી નથી. ખાલી એક જ આ આર્મીના હેલિકોપ્ટર દ્રારા ફૂડ પેકેટ મળ્યા છે. નજુપુરા જવાનો રસ્તો પણ સાવ તુટી ગયેલો છે. આખા ગામમાં કોઇ ની પાસે ખાવાનું નથી. પીવાનું શુધ્ધ પાણી પણ નથી. ગંદુ પાણી પીવાથી તેઓ બિમારીનો ભોગ બની શકે છે. જે લોકો સહાય કરે છે તેમનાં સુધી આ મેસેજ પહોંચાડવા માટે ભાજપના કાર્યકરે અપીલ કરી છે. નજુપુરા ગામ નાં લોકો ને તાત્કાલીક સહાય મળે. આ રીતે અનેક ગામોમાં પીવાનું શુધ્ધ પાણી પુરવઠા નથી. આવા ગામો મોટી સંખ્યામાં છે. તેથી ટેન્કરથી તુરંત પાણી આપવાની જરૂર છે.

રાજ્ય સરકારની મશીનરી કામે તો લાગી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણી બનાસકાંઠામાં રોકાઈને સમગ્ર રાહત કાર્યનું મોનીટરીંગ કરી રહ્યા છે. છતાં પણ આવી ફરીયાદો ઉઠી રહી છે. સરકારનાં સંબંધિત વિભાગો આ તરફ ધ્યાન આપી સહાય વંચિત ગામોને તાત્કાલિક રાહત પહોંચાડી તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp