યંગ ગુજરાત: રૂપાણી સરકાર 25 વર્ષનો રોડ મેપ બનાવે છે

PC: youtube.com

ગુજરાતના આગામી વર્ષના બજેટનું મોટું પાસું યંગ ઇન્ડિયા છે. આ થીમ આધારિત મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી 25 વર્ષનો રોડમેપ બનાવી રહ્યાં છે. તેઓ ગુજરાતના યંગ એન્ટરપ્રિનિયોરનું ઇન્સેન્ટીવ સાથે યોગ્ય સન્માન કરવા માગે છે.

વિજય રૂપાણીને યંગ ઇન્ડિયાની જેમ યંગ ગુજરાત બનાવવું છે એટલે જ તેઓ યુવા ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપે છે. તેમના સૂચનો સાંભળે છે અને તેનો અમલ કરવા ઉત્સાહિત બને છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ ઇન્ડિયાનો કન્સેપ્ટ આપ્યો છે અને તે 2019ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની રહેવાનો છે. મોદીની સૂચનાને પહલે ગુજરાતના મુખ્યમંત્રીએ યુવાનો અને મહિલાઓને આગળ આવવા માટેની પ્રેરણા આપવાનું શરૂ કર્યું છે.

ગુજરાતનું ટેલેન્ટ ગુજરાતમાં જ રહે અને ઇનોવેટીવ્સ આઇડિયા ગુજરાત માટે જ આપે તે મુખ્યમંત્રીનો ધ્યેય છે. મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા કાર્યક્રમો થકી ગુજરાતમાં યુવાનોને સાચી દિશા આપવાનું કામ વિજય રૂપાણી કરી રહ્યાં છે. યંગ ગુજરાત ફોર ન્યુ ઇન્ડિયા એ તેમનો શાસન નારો હોઇ શકે છે.

ગુજરાત સરકાર આવનારા 25 વર્ષ માટેનો રોડમેપ બનાવી રહી છે. આ રોડમેપમાં કેન્દ્રસ્થાને યુવા સાહસિકોને સામેલ કરવાનો સરકારનો પ્લાન છે. સરકારનો વહીવટ કોર્પોરેટ સિસ્ટમથી ચાલે તેના માટે વિજય રૂપાણી આગ્રહી છે. તેઓ કહે છે કે સચિવાલયના વિભાગો અને સરકારી કચેરીઓમાં વિવિધ યોજનાઓની ફાઇલો, મુલાકાતીઓના પ્રશ્નો અને ઉદ્યોગ જેવા વિભાગોની પ્રોજેક્ટ દરખાસ્તો લાંબો સમય સુધી આપણી કચેરીઓમાં પડી રહેવી ન જોઇએ.

ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તેના એજન્ડામાં યુવા સાહસિકો માટેની અલગ નિતી બનાવે તેવી સંભાવના છે. યુવાનો માટે સરકાર ઇન્સેન્ટીવ આપશે, તેમને જરૂરી સુવિધા પૂરી પાડશે. સરકારી યોજનાઓમાં તેમને સામેલ કરશે. અન્ય રાજ્યોના વિકાસ કામોમાં ગુજરાતનું માનવબળ મોકલવાના પ્રયાસ પણ કરશે. મોટા ઉદ્યોગોની સરખામણીએ નાના અને મધ્યમ ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ સવિશેષ હોવાથી સરકારે એમએસએમઇ માટે અલગ મંત્રાલય બનાવ્યું છે. આ વિભાગની નિતી અને ગાઇડલાઇન ટૂંકસમયમાં જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp