શા માટે મચ્છર માથાની ફરતે જ બણબણે છે?

PC: Pinterest.com

આપણે જોઈએ છીએ કે મચ્છર માથાની આસપાસ જ બણબણે છે. માથાની ફરતે બણબણવા પાછળ અનેક કારણો છે. જો તે એક માદા મચ્છર છે તો તે શરીરમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડથી આકર્ષિત થાય છે અને તેને આ કાર્બનની ગંધ ગમે છે. આના કારણે તે માથાની ફરતે પોતાનું ઉડતું ઘર બનાવી લે છે. જમીન પર ક્યાંક બેસવા કરતા શરીરની ચામડીની મુલાયમતા પર તે વધારે બેસે છે.

બણબણ કરતાં મચ્છરો શરીર પર બેસતા મચ્છરની સરખામણીએ નુકશાન પહોંચાડતા નથી. એક કહેવત છે કે ભસતા શ્વાન કદી પણ કરડશે નહી. જ્યાં સુધી એ ભસવાનું બંધ નહી કરે ત્યાં સુધી.
માદા મચ્છર માથાનો ચકરાવો લે છે તો માત્ર કાર્બન ડાયોક્સાઈડ જ નહી પણ શરીરમાંથી રિલીઝ થતા પરસેવા, સુગંઘ અને ગરમી સહિતથી આકર્ષાઈ જાય છે. મચ્છરોનાં આગળનાં ભાગમાં જે અણિદાર એન્ટેના છે તેનાંથી તેઓ આ વસ્તુને શોધી કાઢે છે. આ એન્ટેના જ તેમને ખોરાક શોધવામાં મદદ કરે છે.

પણ નર મચ્છરો કદી બાઈટ કરશે નહી. આના અનેક કારણો છે.નર મચ્છરો કાર્બન ડાયોક્સાઈડથી આકર્ષિત થતા નથી. તેઓ કાર્બનની ગંધને ડિટેક્ટ કરી શકતા નથી તે સ્પષ્ટતા ગળે ઉતરે એવી નથી. જ્યારે નર મચ્છર અને અન્ય માખી જેવા જંતુઓ સંવનનની હારમાળા સર્જે છે. સંવનન માટે ઉંચાઈ અથવા વ્યક્તિનાં શરીર પર આવી હારમાળા સર્જે છે.

જો તમે હમણાં જ જિમથી પાછા આવ્યા હોવ અથવા તો તમે સખત શારીરિક પ્રવૃત્તિ કરી હોય તો પરસેવો અચૂક થાય છે. આ સ્થિતિમાં માથા પર મચ્છરો ચક્કર મારતા થઈ જાય છે. મચ્છર ખાસ કરીને માનવીય શ્રમનાં કારણે નીકળતા રાસાયણિકો(ઓક્ટોનોલ)નાં શોખીન હોય છે. આનાં ડિફોલ્ટ રૂપે મચ્છર માટે તમે સ્વીટ ટારગેટ બની જાઓ છો.

ઘણી વખત આપણે જોઈએ કે ફ્રેન્ડસ સર્કલમાં બેઠાં હોઈએ ત્યારે મચ્છરોનું ઝૂંડ અન્ય તમામને છોડી કોઈ એક ચોક્ક્સ વ્યક્તિનાં માથા પર બણબણાટ કરવા માંડે છે. આવું કેમ થાય છે? તો સમજો કે જે-તે સમયે તમે તમારા વાળ પર અલગ-અલગ પ્રોડકટ્સનો ઉપયોગ કર્યો હોય,કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધુ હોય અથવા તો તમારા શરીરની ગંધ તેમજ બ્લડ ગ્રુપ જેવા પરિબળો પણ આમાં કામ કરે છે. આના કારણે મચ્છરો માથાની ફરતે હવામાં ગોળ ગોળ ફરે છે. ફ્રેન્ડસ સર્કલમાં અન્ય કોઈએ આા પ્રકારનાં હેયર પ્રોડક્ટસ લગાવી હોય નહીં ત્યારે આવું બને છે.

આ ઉપરાંત શરીરની સૌથી વધુ ગરમી માથાનાં ભાગેથી ડિસ્ચાર્જ થાય છે. મચ્છરોને માટે શરીરની ગરમી ફેવરીટ છે. અને જો માથા પર તેલ કે અન્ય કોઈ પદાર્થ લગાડ્યો હોય તો તે વધુ ગરમી ઉતપન્ન કરે છે. જેથી મચ્છરોને ભાવતું મળી રહે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp