રશિયા વિરુદ્ધ યુદ્ધ જીતી શકે છે યુક્રેનની સેના, જાણો એવો દાવો કોણે કર્યો

PC: livemint.com

ઉત્તરી એટલાન્ટિક સંઘિ સંગઠન (NATO)ના ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે દાવો કર્યો છે કે રશિયા વિરૂદ્ધ ચાલી રહેલું યુદ્ધ યુક્રેન જીતી શકે છે. તેમણે બર્લિનમાં એક બેઠક દરમિયાન NATO દેશોને યુક્રેનને સૈન્ય સહાયતા મોકલવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, યુક્રેન આ યુદ્ધને જીતી શકે છે. યુક્રેનિયન બહાદુરીથી પોતાના દેશની રક્ષા કરી રહ્યા છે. આપણે યુક્રેનને પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખવું જોઈએ. સ્ટોલટેનબર્ગે બર્લિનમાં NATO દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ વાતો કહી.

તેમણે કહ્યું કે, જે યોજના મુજબ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો, એ પ્રકારે યુદ્ધ ચાલી રહ્યું નથી. રશિયા યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યું. રશિયન સૈનિક ખરકીવથી પછાળ હટી રહ્યા છે અને ડોનબાસમાં તેમનું આક્રમણ બંધ થઈ ગયું છે. આ બેઠકમાં જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેરબૉકે કહ્યું કે, NATO દેશ યુક્રેનને સૈન્ય સહાયતા પ્રદાન કરવા તૈયાર છે, જેથી રશિયન સૈનકોને પાછળ હટવામાં યુક્રેનને મદદ મળી શકે. અમે સહમત છીએ કે, જ્યાં સુધી યુક્રેનને આત્મરક્ષા માટે આપણાં સમર્થની જરૂરિયાત છે ત્યાં સુધી આપણે પોતાના પ્રયાસોમાં વિશેષ રૂપે સૈન્ય સમર્થનની બાબતે ન તો ઝૂકવું જોઈએ અને ન તો છોડવું જોઈએ.

સ્ટોલટેનબર્ગે કહ્યું કે, ફિનલેન્ડ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તેઓ NATOમા સામેલ થવા માટે તૈયાર છે. ફિનલેન્ડની સભ્યતા આપણી જોઇન્ટ સુરક્ષાને વધારશે. સાથે જ તેનાથી એ મેસેજ જશે કે દરેક માટે NATOનો દરવાજો ખુલ્લો છે. ફિનલેન્ડ અને સ્વીડન ત્યારથી NATOમા સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન વિરુદ્ધ વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી.

આ દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી એન્થની બ્લિંકને કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકાર ફિનલેન્ડ એ સ્વીડનની NATO સભ્યતાનું સમર્થન કરશે. બીજી તરફ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લખનૌમાં કહ્યું કે, અમેરિકા સાથે પોતાની 2+2 વાર્તા દરમિયાન ભારતે યુક્રેન અને રશિયા સંકટ પર પોતાના સંતુલિત દૃષ્ટિકોણની ચર્ચાની આશા વ્યક્તિ કરી હતી, પરંતુ અમેરિકા તરફથી તેનો કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. અમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે કે, આપણે બધા સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp