26th January selfie contest

યુક્રેનના લોકોને રશિયા આપશે નાગરિકતા, રશિયાની આ ચાલથી ઝેલેન્સ્કી ચિંતિત

PC: swarajyamag.com

યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટી જાહેરાત કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વ્લાદિમીર પુતિને યુક્રેનના દરેક લોકોને રશિયન નાગરિકતા આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. પુતિનની આ ડિપ્લોમસીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની ચિંતા વધારી દીધી છે. હાલ ખબર પડી છે કે, ડોનાત્સ્ક અને લુહાન્સ્ક (ડોનબાસ વિસ્તાર)ના લોકો માટે જ નાગરિકતા પ્રદાન કરવાના નિયમો સરળ હતા.

રશિયાએ માયકોલાઇવ પર મિસાઇલ છોડ્યા છે. શહેરના અધિકારીઓ અને એક સ્થાનિક સમાચાર આઉટલેટ અનુસાર, મંગળવારે સવારે કેટલાક મિસાઇલ દક્ષિણી શહેરમાં બે હોસ્પિટલો, એક સ્કૂલ અને એપાર્ટમેન્ટ જેવી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે. માયકોલાઇવ ઓબ્લાસ્ટે ગવર્નર વિટાલી કિમે કહ્યું કે, આ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે એવી સૂચના મળી છે. સમાચાર અનુસાર રશિયન સેનાએ માયકોલોવ પર 6 મિસાઇલ છોડી હતી.

જાણકારી અનુસાર યુક્રેને આશંકા વ્યક્ત કરી છે કે, રશિયાની ગ્રાઉન્ડ ફોર્સ પોતાના હુમલા તેજ કરી શકે છે. થોડા દિવસો પહેલા ડોનાત્સ્કમાં થયેલા રશિયન હુમલામાં ઓછામાં ઓછા 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રશિયાએ ડોનેત્સ્ક વિસ્તારના ચાસિવ યાર શહેરમાં એક 5 માળની રેસિડેન્શિયલ ઇમારત પર મિસાઇલથી હુમલા કર્યા હતા.

યુરોપિયન યુનિયને યુક્રેનને તાત્કાલિક 1 બિલિયન યુરોની વધારાની નાણાંકીય સહાયતા પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષની શરૂઆતમાં પણ યુરોપિયન યુનિયને યુક્રેનને 1.2 બિલિયન યુરોની મદદ કરી હતી. યુક્રેન સેનાએ દાવો કર્યો છે કે, આ યુદ્ધમાં રશિયા અત્યાર સુધી પોતાના 37470 જવાનો ગુમાવી ચૂક્યું છે. તે સિવાય રશિયા 217 વિમાન, 188 હેલિકોપ્ટર, 155 ક્રૂઝ મિસાઇલ, 1649 ટેન્ક, 3829 આર્મ પ્રોજેક્ટ વેહિકલ બરબાદ કરી ચૂક્યું છે.

બેલારૂસના રક્ષા મંત્રાલય અનુસાર, દક્ષિણ ગોમેલ ક્ષેત્રમાં 12થી 14 જુલાઇ સુધી સૈન્ય અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ યુદ્ધાભ્યાસમાં બેલારૂસના ક્ષેત્રીય બળ સામેલ થશે. ગોમેલ વિસ્તાર યુક્રેનની સીમા પાસે જ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ 10મી જુલાઇના રોજ ભારત સહિત 9 દેશોમાં રહેલા પોતાના રાજદૂતોને બર્ખાસ્ત કરી દીધા છે. જે દેશોમાંથી રાજદૂતોને હટાવાયા છે, તેમાં ભારત સિવાય જર્મની, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, નોર્વે, હંગેરી અને ચેક રીપબ્લીક સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp