પોતાના પ્રિય શિક્ષકની બદલી રોકવા શાળાના 800 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા

PC: youtube.com

બોટાદની એક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રેત્યેનો પ્રેમ જોવા મળ્યો છે. હાઈસ્કૂલના એક શિક્ષકની બદલી રોકવા માટે 800 જેટલા વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ કરી છે. બોટાદના રાણપુરમાં આવેલી ઘી જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા વનરાજસિંહની બદલી કરવામાં આવી હતી. ત્યારે આ વાતની જાણ શાળાના વિદ્યાર્થીઓને થતા 800 વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષકની બદલી રોકવા માટે ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા.

આ વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી અને પોતાના પ્રિય શિક્ષકની બદલી રોકવા હાથમાં બેનર લઇ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું કે, વનરાજસિંહ અમારી શાળામાં ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. વનરાજસિંહ અમારા પ્રિય શિક્ષક હોવાના કારણે અમે તેમની બદલીનો વિરોધ કરીએ છીએ. શાહેબની બદલી થઇ છે. પણ અમે સાહેબને અહીંથી જવા દેવા માંગતા નથી. સાહેબ જ્યાં સુધી હાઈસ્કૂલના આચાર્ય બનવાની જાહેરાત ન કરે ત્યાં સુધી અમે હાઈસ્કૂલ ખોલવા નહિ દઈયે અને અમારૂ તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખીશું.

આ બાબતે શાળાના શિક્ષક વનરાજસિંહે કહ્યું કે આચાર્યની ભરતી આવી છે. અને મારા વતન એટલે ખસ ગામની શાળામાં પણ આચાર્યની જગ્યા ખાલી છે. અને ગામ લોકોની અપેક્ષા એવી છે કે, તમે ગામની અંદર આવો કારણકે ગામની હાઇસ્કૂલની પરિસ્થિતિ ખુબજ વિકટ છે. ગામ લોકોને મારા પર વિશ્વાસ છે. એ લોકોનું કહેવું છે તમે અાવો તો આ ગામની હાઇસ્કૂલની પરિસ્થિતિ સુધરી શકે છે. એ માટે હું અહીંથી બદલી કરાવીને મારા વતન ખસ ગામની હાઈસ્કૂલમાં જવા માંગુ છું. આ વાતની જાણ આ વિદ્યાર્થીઓને થઇ એટલે મને અહીંથી જવા ન દેવા માટે વિદ્યાર્થીઓ આ રીતે હડતાળ પર ઉતર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp