વકીલે રમકડાની મદદથી દર્શાવ્યું ઘટના કઈ રીતે બની, જજે કર્યો 1.5 કરોડ વળતરનો આદેશ

PC: scoopwhoop.com

ગુજરાતના જુનાગઢમાં 3 વર્ષ પહેલા થયેલા એક રોડ એક્સિડન્ટમાં PWD વિભાગના એન્જિનિયર અને તેના એક સાથીનું મોત થયું હતું. દુર્ઘટના બાદ વળતર આપવાથી બચવા માટે વીમા કંપનીએ કહ્યું હતું કે, દુર્ઘટના મધમાખી કરડવાને કારણે થઈ હતી. મામલાને કોર્ટમાં પડકારવામાં આવ્યો. અહીં પીડિત પક્ષના વકીલે કોર્ટમાં જ જજની સામે ટ્રક અને બાઈકના રમકડાં દ્વારા ઘટનાને રિક્રિએટ કરીને દર્શાવી કે ઘટના મધમાખી કરડવાને કારણે નહીં પરંતુ ટ્રક ચાલકની લાપરવાહીને કારણે બની હતી. ત્યારબાદ જજે વીમા કંપનીને મૃતકના પરિવારને દોઢ કરોડ ચુકવવાનો નિર્દેશ આપ્યો હતો.

વીમા કંપનીએ વળતર આપવાનો ઈનકાર કર્યો હતો. વીમા કંપનીની દલીલ હતી કે, રસ્તામાં મધમાખીનું એક ઝુંડ બાઈક સવારો પર તૂટી પડ્યું, આથી બાઈક સવાર પાછલા ટાયરમાં ફસાઈ ગયો અને તેનું મોત થયું હતું. તેને માટે વીમા કંપની વળતર ચુકવવા માટે જવાબદાર નથી.

પીડિત પક્ષના વકીલે કહ્યું હતું કે, જો મધમાખી કરડતે તો મૃતકોના શરીર પર તેના નિશાન હોવા જોઈતા હતા, જે નહોતા. વકીલે દુર્ઘટનાને દર્શાવવા માટે રમકડાંના ટ્રક અને બાઈકનો ઉપયોગ કર્યો હતો. સાથે જ ઘટના સ્થળે પંચનામુ, બાઈકની સ્થિતિ, મૃતકોના શરીર પર ઈજાના નિશાન (મધમાખી કરડવાના નથી)નો રિપોર્ટ પણ દર્શાવ્યો. જજ એન. બી. પીઠવાએ બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ મૃતક દિલીપના પરિવારજનોને 1 કરોડ 5 લાખ રૂપિયા અને અરૂણના પરિવારજનોને 45 લાખ રૂપિયા 8 ટકા વ્યાજ સાથે ટ્રક વીમા કંપનીને ચુકવવાનો આદેશ આપ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp