રાજકોટ-ગોંડલ હાઇવે પર કાર-રિક્શા-એક્ટિવા વચ્ચે અકસ્માત, 1 મહિલાનું મોત

PC: youtube.com

રાજકોટના ગોંડલ નેશનલ હાઇવે પર રિબડા ટોલનાકા પાસે એક રોડ એક્સિડન્ટમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ સિવાય બે લોકો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં ઘટનાસ્થળે જ આગ લાગી ગઈ હતી અને બળીને ખાક થઇ ગઇ હતી. કારમાં સવાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

રાજકોટ-ગોંડલ હાઇવે પર રિબડા ટોલનાકા પાસે ટ્રિપલ એક્સિડન્ટ થયું હતું, જેમાં કાર-રિક્શા અને એક્ટિવા વચ્ચે ટક્કર થઇ હતી, જેનાથી એક્ટિવા પાછળ બેસેલી એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયેલા અન્ય બે લોકોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે.

गोंडल हाइवे पर हुआ ट्रिपल एक्सीडेंट

આ એક્સિડન્ટને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આસપાસના મોટી સંખ્યામાં લોકો જમા થઇ ગયા હતા. સુચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મહિલાના શવને પોલીસે પોસ્ટ મોર્ટમ માટે હોસ્ટિપલ મોકલી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp