રૂ. 3.23 કરોડનું જમીન કૌભાંડઃખુદ કલેક્ટરે એડી. કલેક્ટર સામે ગુનો નોંધાવ્યો

PC: Khabarchhe.com

બોગસ દસ્તાવેજોને આધારે જમીન કૌભાંડ કરનાર સુરેન્દ્રનગરના એડીશનલ કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર સામે ગુનો નોંધાવવાનો સંભવત્ત પહેલો કિસ્સો છે જેમાં ફરિયાદી ખુદ કલેક્ટર છે.
એસીબીના જણાવ્યા અનુસાર સ ત કનકપતિ રાજેશ (આઈ.એ.એસ.) જીલ્લા મેજી. અને કલેક્ટર સુરેન્દ્રનગરે ફરિયાદ નોંધાવી છે કે સી.જી.પંડયા,(નિવાસી અધિક કલેક્ટર વર્ગ-૧,હાલ ફરજ મોકૂફ ), વી. ઝેડ. ચૌહાણ,(નાયબ જીલ્લા વિકાસ અધિ , વર્ગ-૧, હાલ ફ.મો.) તત્કાલીન પ્રાંત અધિકારી ચોટીલા તથા જે.એલ. ઘાડવી, (નાયબ મામલતદાર વર્ગ -૩ , હાલ ફ.મો.) તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર ચોટીલાએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરી કેટલાક લોકોનો નામે જમીન કરી આપી હતી. જમીન ખાતે કરાવી લાભ મેળવનાર વ્યક્તિઓ તથા તપાસ મા ખુલે તે તમામની સામે પણ ઈ.પી.કો. કલમ ૨૧૯,૪૦૯,૪૬૩,૪૭૧,૩૪,૧૨૦-બી મુજબ ગુનો નોંધાયો છે.

આ કેસમાં અધિકારીઓએ પોતાની સમક્ષ ચાલતી જમીન ટોચ મર્યાદા ની ન્યાયિક કાર્યવાહી દરમ્યાન હોદ્દાનો દૂરૂપયોગ કરી બીનપીયત ની જમીનો નામે કરાવી દીધી હતી. લાભ મેળવનાર વ્યક્તિઓ સાથે મેળાપીપણુ કરી ગુનાહીત કાવતરુ રચી કાયદા વિરુદ્ધ ના હુકમો કરી, સરકારી મિલકત નો ખોટો ઉપયોગ કર્યો હતો. તેમણે જીવાપર તથા બામણબોર ગામ ની ૩૨૦ એકર જમીન ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી તથા કોર્ટ ના હુકમ નું ખોટુ અર્થધટન કરી લાભ મેળવનારાઓના ખાતે ચડાવી દીધી હતી. તેઓ એકબીજા ને મદદગારી કરી સરકારને રૂ. ૩.૨૩ કરોડનું નુકસાન કરાવ્યું છે. વધુ તપાસ એચ.પી. દોશી મદદનીશ નિયામક એસીબી રાજકોટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp