કોંગ્રેસીયાઓએ અનેક વર્ષ રાજ કર્યુ, રાજકોટમાં ઘરમાં વારા કરીને ન્હાવું પડતું: શાહ

PC: khabarchhe.com

અમિત શાહે જસદણમાં સભાને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ સભાને સંબોધન કરતા કહ્યું કે, આ જસદણ સભાની સીટ નથી આ કુંવરજીભાઈના કામની સીટ છે. જસદણના સૌ નાગરીકોને કહેવું છે કે, મેં તેમને વિધાનસભામાં કામ કરતા જોયા છે. નાની પત્રિકાઓમાં આ વિસ્તારના કામોની વાત તેઓ લખીને રાખતા હતા. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમનું મનથી ભાજપે સ્વાગત કર્યું. આ જલારામ બાપૂની ભૂમી છે. માનવ સેવાની વ્યાખ્યા કેવી હોય તેનો એક પણ શબ્દ બોલ્યા વિના સંદેશો આપ્યો. જલારામ બાપાને પ્રણામ કરી હું મારી વાતને શરુ કરી રહ્યો છું.

2022માં ચૂંટણીમાં તમારે મત આપવાનો જેમાં એવું ના વિચારતા તમારો મત કુંવરજી ભાઈને ધારાસભ્ય બનાવવા માટે નથી પરંતુ આવનાર દિવસોમાં ગુજરાતના ભવિષ્યને નિર્મિત કરવાવાળો છે. કોંગ્રેસીયાઓએ અનેક વર્ષોથી રાજ કર્યું. ઘરમાં વારા કરીને રાજકોટ જિલ્લામાં ન્હાવું પડતું હતું. ભાજપની સરકારે પાણીની તાણ સમાપ્ત કરી છે. 1.5 લાખથી વધુ ચેકડેમો સૌરાષ્ટ્રમાં બનાવ્યા છે. ઉંધી રકાબી જેવી ધરતીના તળમાં પાણી ગયું અને પાણીના તળ ઉંચા આવ્યા.

સરદાર સરોવરનું ભૂમી પૂજન મારા જનમના 1 વર્ષ પહેલા કર્યું હતું ત્યારે પાણી પહોંચતા કેટલો સમય થયો. આટલા વર્ષ સુધી કોંગ્રેસે ભૂમીને તરસી રાખી, 35 વર્ષની ઉંમરમાં વાળ ધોળા થઈ ગયા અને ઘડપણ વહેલું આવી ગયું તેવું ક્લોરાઈડવાળું પાણી પીવાના કારણે આવું થતું. આ પાણી રોકવાનું કામ કરવામાં આવતું હતું. નર્મદા ડેમની ઉંચાઈ વધારવાની ના પાડી ત્યારે મનમોહન સરકાર સામે નરેન્દ્ર મોદી આમરણાંત ઉપવાસ પર બેઠા અને તેમને ઝૂકાવ્યા હતા.

2014માં ઝાડુંના નિશાન પર મેઘા પાટકરને ટિકિટ અપાઈ હતી જેમને ગુજરાતમાં નર્મદાનું પાણી આવતા રોક્યું હતું. અત્યારે ઝાડુંવાળાને ખબર છે કે, અત્યારે ગુજરાતમાં મેઘા પાટકરને ના લઈ જવાય પરંતુ ઝાડ઼ુંવાળાને પૂછજો મેઘાબેનને લડાવ્યા હતા કે, નહોતા લડાવ્યા.

2005માં નરેન્દ્ર મોદીએ ડેમની ઉંચાઈ વધારવાનો નિર્ણય લીધો અને વડાપ્રધાન બનતાની સાથે જ 15 દિવસમાં દરવાજા લગાવીને સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી પર પાણી પહોંચાડાયું છે. ત્રણ તબક્કામાં સૌની યોજના લાવ્યા અને સૌરાષ્ટ્રમાં તેના કારણે ઘરો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં હું 10 જિલ્લામાં જઈ આવ્યો, અત્યારે ટેકાના ભાવ સારા મળી રહ્યા છે. આખા સૌરાષ્ટ્રની તરસ ભાંગવાનું કામ ભાજપે કર્યું છે.

અમિત શાહે જસદણમાં સભાને સંબોધતા કહ્યું કે, પહેલા ગુંડાઓનો ત્રાસ હતો હવે ક્યાંય દેખાતા નથી. હવે કોઈ દાદો નથી દેખાતો હવે માત્ર ગામમાં હનુમાન દાદા છે. કાયદો અને વ્યવસ્થા અને શાંતિનું રાજ ભાજપ લાવી છે. જ્યાં શાંતિ ના હોય ત્યાં વિકાસ પણ ના થાય. તેમ અમિત શાહે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp