રાજકોટમાં ચાર મિત્રોએ એક મિત્રને છરી મારી ઢીમ ઢાળી દીધું

PC: i0.wp.com

રાજકોટમાં છેલ્લે થોડા સમયથી કુકર્મ અને હત્યાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં યુવાન મિત્રોએ જ પોતાના મિત્રોને છરી મારીને મોતને ઘાટ ઊતારી દેતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરના કોઠારિયા એરિયામાં આવેલા રણુંજાના મંદિર પાસે રાહુલ ગોસ્વામી નામના યુવકની ત્રણેક યુવકોએ છરીના ઘા મારીને લોહીલુહાણ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલો આજી ડેમ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ આરોપીનો શોધખોળ શરૂ કરી દીધી છે.

પોલીસ બેડામાંથી મળતી વિગત અનુસાર જે ત્રણ યુવકોએ રાહુલની હત્યા કરી હતી તેના નામ પોલીસને મળ્યા હતા. જેમાં જયેશ (જયું) માઢ, દીવુ જાડેજા, દિવ્યેશ લાવડીયા અને અન્ય એક યુવકનો પણ આ હત્યામાં સમાવેશ થાય છે. પોલીસ આ તમમાની તપાસ કરી રહી છે. આ ચારેય રાહુલના મિત્રો હોવાનું સામે આવ્યું છે. ગત રાત્રેના રોજ રાહુલ સહિત દીવુ જાડેજા, દેવો જાડેજા, જયુ મંડ અને દિવ્યેશ કોઠારિયા રોડ પર ભેગા થયા હતા. વાત વાતમાં મુદ્દો સામસામે બોલાચાલી સુધી પહોંચી ગયો અને સામસામે ગાળાગાળી થવા માંડી હતી. એવામાં આવેશમાં આવીને જયુ મંઢે છરી કાઢીને રાહુલને મારી દીધી હતી. છરીના ઘા લાગવાને કારણે રાહુલના પેટમાંથી એ તરફનું આંતરડું બાહર આવી ગયું હતું.

ગંભીર ઘા લાગવાને કારણે રાહુલ ત્યાં જ ઢળી પડ્યો હતો. સૌ પ્રથમ તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો ત્યારે બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યું નીપજ્યું હતું. આમ આ ઘટના હત્યામાં પલટાતા આજી ડેમ પોલીસ કાફલો એમના ઘરે તેમજ ઘટના સ્થળે તપાસ કરવા માટે દોડ્યો હતો. પી.એસ.આઈ એ.એસ.ચાવડાના જણાવ્યા અનુસાર હાલમાં ચારે આરોપી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામની ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરતા સાચું કારણ જાણવા મળશે. હાલમાં તો ગાળો દેવાની બાબત હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, બે શખ્સોએ એમને જક્ડી રાખ્યો હતો અને એક યુવકે છરીના ઘા માર્યા હતા. આ ઘટનાને પગલે રાહુલના પિતા સુરેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પિતા ઈલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. રાહુલ ત્રણ બહેનોનો એક માત્ર ભાઈ હતો. છેલ્લે પિતા સાથે ગઈકાલે બપોરના સમયે એમની સાથે વાતચીત થઈ હતી. પોલીસ હાલમાં તેના બીજા મિત્રોની પૂછપરછ કરી રહી છે તેમજ મોબાઈલ ડિટેઈલ શોધી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp