જામનગરમાં બે માળનું મકાન ધરાસાઈ, બે લોકોના મોત

PC: yoututbe.com

જામનગરના દેવુંભા ચોક વિસ્તારમાં એક મકાન સમારકામ સમયે ધરાસાઈ થયું હતુ. મુસ્લિમ પરિવારના મકાનના રીનોવેશનનું કામ છેલ્લા ત્રણથી ચાર દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જે સમયે મકાન માલિક અને બે કામદાર મકાનના નીચેના ભાગના કામ રહતા હતા, તે સમયે મકાનની છત એકાએક ધરાસાઈ થઇ હતી. આ ઘટનાના સાત લોકો કાટમાળ નીચે દબાયા હતા. જે સમયે છત ધરાસાઈ થઇ તે સમયે ત્રણ કિશોરીને આગળના ભાગેથી અને એક વ્યક્તિને પાછળના ભાઈથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયરની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રીનોવેશન કામ શરૂ હતું, તે સમયે છત પડવાની ઘટના બનવાથી રેસ્ક્યુ ટીમને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયરની સાથે સાથે NDRFની ટીમ પણ બચાવ કામગીરી માટે ઘટના સ્થળ પર દોડી આવી હતી.

આ ઘટનામા કુલ સાત લોકો દબાયા હતા. જેમાં સ્થાનિક લોકોએ ચાર લોકોને બચાવ્યા હતા અને અન્ય લોકોને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા હતા. જે જગ્યા પર ઘટના બની તે ગીચ વિસ્તાર હોવાના કારણે JCBની કે, ક્રેનની મદદ ફાયર વિભાગને મળી શકી ન હતી. જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp