સાળાની પત્ની સાથે સંબંધ હોવાથી બનેવીએ સાળાને દારૂમાં ઝેર ભેળવીને પીવડાવ્યું

PC: news18.com

લગ્ન પછી અનૈતિક સંબંધોનું પરિણામ ખૂબ કપરું આવતું હોય છે. ઘણી વાર પ્રેમી અને પ્રેમિકા સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દે છે ત્યારે રાજકોટમાં એક બનેવીએ તેના સાળાને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કર્યો હતો. બનેવીને સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાથી તેને સાળાને રસ્તામાંથી હટાવી દેવા માટે દારુમાં ઝેર ભેળવીને પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. સાળાને સમયસર હોસ્પિટલમાં સારવાર મળી જતા તેનો બચાવ થયો પરંતુ ત્યારબાદ સાળાની ફરિયાદના આધારે બનેવીને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર રાજકોટના ગુંદાળા રોડ પર રહેતા વીરેન્દ્ર શિયાળની પત્ની સાથે તેના બનેવી જીતેશ વાઘમસીના અનૈતિક સંબંધ હતા. વીરેન્દ્રને રસ્તા પરથી હટાવી દેવા માટે તેને મારી નાંખવાનો પ્લાન જીતેશે બનાવ્યો હતો. 19 જાન્યુઆરીના રોજ જીતેશે વીરેન્દ્રને ફોન કરીને તાલુકા પોલીસ સ્ટેશનની નજીક આવેલા પેટ્રોલ પંપ પર દારુ પીવા બોલાવ્યો હતો. વીરેન્દ્ર પેટ્રોલ પંપ પર પહોંચ્યો ત્યારે જીતેશે દારૂના બે ગ્લાસ તૈયાર રાખ્યા હતા. થોડો દારુ પીધા પછી વીરેન્દ્રને દારુના કોઈ વસ્તુ ભેળવી હોવાનું શંકા જતા તે દારૂનો ગ્લાસ મૂકીને ઘરે આવી ગયો હતો.

ઘરમાં આવ્યાના થોડા સમયમાં વીરેન્દ્રને ચક્કર આવતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરની તપાસમાં જાણવા મળ્યું હતું કે, વીરેન્દ્રએ ઝેર પીધું છે. હોસ્પિટલમાં સારવાર લીધા પછી વીરેન્દ્રએ પોલીસ સ્ટેશનમાં બનેવી તેની પત્ની, જીતેશ અને જીતેશની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. વીરેન્દ્રએ પોલીસને કેટલાક પૂરાવાઓ પણ આપ્યા છે જેમાં જીતેશ અને તેની પત્નીના કેટલાક અણછાજતા ફોટોગ્રાફ્સ અને મોબાઈલની ત્રણ ઓડિયો ક્લીપનો સમાવેશ થાય છે. વીરેન્દ્રની ફરિયાદના આધારે પોલીસે બનેવી જીતેશની ધરપડક કરી આગળની કાર્યવાહી શરૂ કરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp