દ્વારકામાં 15 ઇંચ વરસાદ ઘરોમાં 3-3 ફુટ પાણી ભરાઇ ગયા, લોકોને હાલાકી

PC: divyabhaskar.co.in

દેવભૂમિ દ્રારકા જળબંબાકાર થઇ ગયું છે.શનિવારે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એના કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદ અને નુકસાનને પગલે NDRFની ટીમ પહોંચી ગઇ છે. દ્રારકાં 24 કલાકમાં લગભગ 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

ભારે વરસાદ પડવાને કારણે લોકોના ઘરોમાં 3-3 ફટ જેટલા પાણી ભરાઇ ગયા છે, કેટલાંક વિસ્તારમાં તો છાતીસમા પાણી આવી ગયા છે. લોકોને JCB દ્રારા સહીસલામત બહાર કાઢવામાં આવી રહ્યા છે. મુશળધાર વરસાદ અને પાણી ભરાઇ જવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થઇ ગયા છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp