રાજકોટમાં ASIએ રસ્તા વચ્ચે પોલીસ જીપ આડી મૂકી લોકો પાસેથી દંડની વસૂલાત કરી પછી..

PC: dainikbhaskar.com

નવા ટ્રાફિકના નિયમોની અમલવારી થયા પછી ટ્રાફિક પોલીસ દ્વારા કડકાઈથી વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે છે, ત્યારે હવે એવું લાવી રહ્યું છે કે, પોલીસ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે કાયદાને પણ હાથમાં લઇ શકે છે. તેનું એક ઉદાહરણ રાજકોટમાં સામે આવ્યું છે. રાજકોટમાં એક ASIએ સાંજના સમયે વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવા માટે પોલીસની જીપ રસ્તાની વચ્ચે પાર્ક કરીને વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવાનું શરૂ કરું હતું. ASIની દબંગાઈના કારણે ઉચ્ચ અધિકારીઓએ તેની સામે તપાસના પણ આદેશ આપ્યા છે.

રિપોર્ટ અનુસાર રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા સુરેશ મકવાણાએ રવિવારે સાંજના સાડા સાત વાગ્યાના સમયે ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા વાહનો ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઘણા વાહન ચાલકો પોલીસને ચકમો આપીને ફરાર થઇ જઈ હતા હોવાથી ASI સુરેશ મકવાણાએ પોલીસ જીપને રસ્તા વચ્ચે આડી મૂકી દીધી હતી અને પછી વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવાનું શરૂ કર્યું હતું. ASIની આ પ્રકારની મનમાની કરવાના કારણે રાજકોટના કિસાનપરા અને એરપોર્ટ રોડ પરથી પોલીસ હેડ ક્વાટર્સ તરફ જતા રસ્તાઓ પર બે કલાલ સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

ASIએ આ બે કલાકના સમયમાં 34 વાહન ચાલકો પર કેસ કરીને તેમની પાસેથી 11,200 રૂપિયાના દંડની વસૂલાત કરી હતી. આ બાબતે ASI મકવાણાએ પણ કહ્યુ હતું કે, વાહન ચાલકો પોતાનું વાહન ઉભું નહોતું રાખતા હોવાથી તેમને પોલીસ જીપને રસ્તા વચ્ચે ઉભી રાખી દીધી હતી. આ સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તેમના દ્વારા સમગ્ર મામલે ASI સામે તપાસના આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, પોતાની મનમાની કરીને વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરનારા ASI સામે પોલીસ કેવા પ્રકારના પગલાં લેવામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp