વીરપુરના મેવાસામાં પત્નીએ દારુના નશામાં એવી વાત કહી કે, પતિએ પતાવી દીધી

PC: zeenews.com

લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-નાની વાતને લઇને તકરાર થતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં પતિએ નાની એવી વાતને લઈને પત્નીની હત્યા કરી નાંખી હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સૌરાષ્ટ્રના વીરપુરમાં સામે આવ્યો છે. જેમાં દારૂના નશામાં પત્નીએ પતિની એક એવી વાત કહી દીધી કે, પતિએ રોષે ભરાઈને પત્નીના માથામાં બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યારા પતિની ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા મેવાસા ગામમાં ભીખુ ત્રીપાસીયા નામનો વ્યક્તિ પરિવારની સાથે રહે છે. ભીખુ ત્રીપાસીયાએ તેના ખેતરે કામ કરવા માટે મધ્ય પ્રદેશથી આવેલા એક મજૂર અને તેની પત્નીને રાખ્યા હતા. આ મજૂર પતિ-પત્ની ભીખુ ત્રીપાસીયાની વાડીમાં જ રહેતા હતા. મજૂરનું રામ રામસિંહ હતું. બે દિવસ પહેલા ભીખુ ત્રીપાસીયા તેમના ખેતરે ગયા હતા. તે સમયે રામસિંહ ખેતરમાં ઉભો હતો અને તેની પત્ની ધાણામાં પડી હતી. તેથી ખેતર માલિકે રામસિંહને પત્નીને શું થયું તે બાબતે પૂછ્યું હતું. તેથી રામસિંહે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત ખેતરના માલિકની સામે કરી હતી.

તેથી ખેતર માલિક ભીખુ ત્રીપાસીયાએ સમગ્ર મામલે વીરપુર પોલીસને માહિતી આપી હતી. તેથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કરીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર રામસિંહની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે, પત્ની દારુના નશામાં હતી તે સમયે રામસિંહે પત્નીને જમવાનું બનાવવાનું કહ્યું હતું. તેથી પત્નીએ જમવાનું બનાવવાની ના કહીને પતિને જવાબ આપ્યો કે, ભૂખ લાગી હોય તો હાથે બનાવી લો. પત્નીની આ વાત સાંભળીને રામસિંહ રોષે ભરાયો હતો અને તે પત્ની સાથે મારામારી કરવા લાગ્યો. ત્યારબાદ એક લાકડી લઇને પત્નીને માથાના ભાગે માર મારતા તેનું મોત થયું હતું. ત્યારબાદ તે પત્નીના મૃતદેહની પાસે ઉભો રહ્યો હતો. હાલ પોલીસે રામસિંહની ધરપડક કરી છે અને તેની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp