રાજકોટમાં છે અનોખી બેંક, ભૂખ્યાના ભોજન માટે રોટલી જમા કરાવો

PC: youtube.com

તમે અલગ અલગ ઘણી બેંકો જોઈ હશે, પણ ક્યારે રોટી બેંકો જોઈ છે. રોટી બેંક સાંભળીને તમને નવાઈ લગતી હશે કે, આ ક્યાં પ્રકારની નવી બેંક છે અને તેનાથી શું ફાયદો થતો હશે. આ રોટી બેંકની વાત કરવામાં આવે તો રોટી બેંકમાં લોકો રોટલીઓ જમા કરાવે છે. આ રોટલીથી કાર્યકતાઓ ગરીબ, જરૂરીયાતમંદ અને ભૂખ્યા લોકોને અન્ન પૂરું પાડીને તેમને સંતોષ અપાવે છે.

એક રીપોર્ટ અનુસાર રાજકોટમાં છેલ્લા ચાર વર્ષથી બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોટી બેંક ચલાવવામાં આવે છે. આ ટ્રસ્ટના લોકો રોજ 1000 કરતા વધારે લોકોને ભોજન પૂરું પાડે છે. બોલબાલા ટ્રસ્ટનું રોટી બેંકનું વાહન શહેરમાં 50 કિલોમીટરના વિસ્તારમાં ફરે છે અને રોટલીઓ ભેગી કરે છે. સવારથી બપોર સુધી રોટલીઓ ભેગી કર્યા પછી રોટલી, શાક અને મીઠાઈ લોકોને પીરસીને તેમને પોષ્ટિક ભોજન પૂરું પાડે છે.

આ સંસ્થાની શરૂઆત ચાર વર્ષ પહેલા થઇ હતી. ત્યારે આ પ્રકાર કોઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી ન હતી. લોકો પોતાની રીતે રોટલીઓ ઉઘરાવીને ગરીબ લોકોને ભોજન કરાવતા હતા. શરૂઆતમાં 250થી 300 રોટલીઓ ભેગી થતી હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમાં વધારે લોકો આ સંસ્થા સાથે જોડતા ગયા અને હવે એક દિવસની 3,000થી 3500 રોટલીઓ બેંકમાં ભેગી થાય છે.

આ રોટી બેંકમાં રોટલી આપનાર લોકોનું એવું માનવું છે કે, સારું કરશો તો કુદરત સૌનુ ભલું કરશે અને પુણ્યથી મોટું કોઈ ફળ નથી. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે. સંસ્થાનુ સેવા કીય કાર્ય દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે આ સંસ્થા એક હજાર લોકોને ભોજન કરાવે છે પરંતુ આવનારા સમયમાં દસ હજાર જરૂરીયાતમંદ લોકોને ભોજન પ્રાપ્ત થશે.

આ સંસ્થાના સભ્યો એવું ઈચ્છા છે કે, કોઈ પણ લોકોને ભૂખ્યા સુવું પડે અને તેઓ રાજકોટ શહેર ઉપરાંત અન્ય શહેરોમાં પણ બેંક શરૂ કરવા ઈચ્છે છે. આ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી રોટી બેંકમાં ચોખ્ખા ઘીથી ચોપડેલી રોટલી જ લેવામાં આવે છે. કારણ કે, જે લોકો ભોજન કરે તેનું આરોગ્ય જળવાઈ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp