જામનગરની યુવતિને વિદેશ પરણવાનું સપનું હતું, પણ 36 લાખનો ચૂનો લાગી ગયો

PC: patrika.com

આજના ડિજિટલ યુગમાં દરેક વસ્તુને લઈને ઓનલાઈનનો મોહ રાખતા લોકો માટે એક ચેતવણી રૂપ કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક શિક્ષક જીવનસાથીની શોધમાં ઓનલાઈન થતા ચિટિંગનો ભોગ બન્યા છે. વિદેશમાં પરણવાના યુવતીના ઈરાદાઓનો લાભ લઈને ગઠિયાઓ બેન્ક એકાઉન્ટ શેર કરવા અને જે તે એકાઉન્ટમાં ગિફ્ટ બદલ પૈસા જમા કરાવવા માટે યુવતીઓને ભોળવી લે છે. પણ જ્યારે આવા કિસ્સા પાછળનો મુખ્ય હેતું સામે આવે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.આમ જામનગરમાં એક શિક્ષક કક્ષાની વ્યક્તિએ પોતાના રૂ.36 લાખ ગુમાવ્યા છે. 

જામનગર શહેરના હાથી કોલોની વિસ્તારમાં રહેતા શિક્ષિકા પ્રિયંકા પટેલે પોતાની પ્રોફાઈલ એક મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મૂકી હતી. જેમાં મોબાઈલ નંબર સહિતની વિગત આપવામાં આવી હતી. સૌ પ્રથમ આ મોબાઈલ નંબર પર રાહુલ નામના એક વ્યક્તિએ મેસેજ કરીને એક વ્યવહારની શરૂઆત કરી હતી. રાહુલે અમેરિકાથી એક પાર્સલ મોકલ્યું છે એવી જાણકારી પ્રિયંકાને આપવામાં આવી હતી. પણ એવી ક્યાં ખબર હતી કે, પાર્સલ ચૂનો લગાવવા માટેનું માધ્યમ બની રહેશે. થોડા દિવસોમાં રાહુલે મેસેજથી વાત કરીને પ્રિયંકાનો વિશ્વાસ જીતી લીધો અને પછી કાવતરાને અંજામ આપ્યો. મેસેજની વાત ફોન પર પહોંચતા બંને તરફથી વિશ્વાસનો સેતું મજબુત બન્યો હતો.

એક દિવસ અમેરિકાથી મોકલેલું પાર્સલ ક્યાંય અટવાયું છે એવી જાણ પ્રિયંકાને કરવામાં આવી. જેને છોડાવવા માટે પૈસા ચૂકવવાનું પણ કહેવાયું હતું. આ પાર્સલ છોડાવવા માટે સુમા કુમારીને ફોન કરીને પાર્સલ છોડાવવા માટે કહેવામાં આવ્યું. જેને ફોન કરતા આપેલા ખાતા નંબરમાં પૈસા જમા કરાવવા માટે કહેવાયું હતું. બીજી વખત આવેલા કોલમાં સાત જુદા જુદા ખાતામાં અલગ અલગ રકમ ભરીને પાર્સલ છોડાવવા માટે કહેવામાં આવ્યું ત્યારે પોતાની સાથે કુલ રૂ. 36 લાખની છેત્તરપિંડી થયાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કેસની જાણ તેમણે જામનગર પોલીસમાં કરી હતી. આ ઉપરાંત મેટ્રિમોનિયલ વેબસાઈટ ઉપર ફરિયાદ પણ નોંધાવી છે. જામનગર પોલીસે પણ આ અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકને સાવચેતી રાખવા માટે સૂચન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp