જૂનાગઢઃ બે મૃત વ્યક્તિના ખાતામાં પૈસા જમા થઈ ગયા અને ઉપડી પણ ગયા

PC: khabarchhe.com

જુનાગઢના ચોકી ગામમાં મનરેગા પેવર બ્લોક રોડ માટે 8.61 લાખની મંજૂરી મળી હતી ચોકી ગ્રામ પંચાયત દ્વારા નોંધાયેલા મજૂર દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયત દ્વારા મજૂરોને ખાતામાં પૈસા ચૂકવવા આદેશ કર્યો હતો, જેના અનુસંધાને હેમુભાઈ રામસંગ પરમાર અને જયાબેન હેમુ પરમારના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા.

પરંતુ હેમુભાઈ પરમારનું 22.5.2013 ના અવસાન થયું હતું તેમજ જયાબેન હેમુભાઈ પરમાર નું 1.5. 2021 ના અવસાન થયું હતું તેમ છતાં જયાબેનના ખાતામાં 2290 અને હેમુભાઈના 3435 રૂપિયા જમા થયા હતા અને આ બંને વ્યક્તિ મૃત હોવા છતાં તેના ખાતામાંથી ઉપડી પણ ગયા હતા, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે.

આ ઉપરાંત મનરેગા ચેકડેમના કામમાં મજુર તરીકે પ્રકાશભાઈ લાખાભાઈ વગેરેનું નામ આપ્યું છે તેઓને આ બાબતે કોઈ જાણ નથી આ તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ ચનાભાઈ સોલંકીએ પ્રકાશભાઈ સોલંકીને પૂછતા તેણે ઉપ સરપંચ હિતેશભાઈ આસોદરિયા બેંક તારા ડોક્યુમેન્ટની જરૂર છે તેમ કહી પાસબુક લઈ ગયા હતા અને પૈસા જે આવે તે ઉપાડી મને આપજે એ વિકાસ કામો ખર્ચ કરીશું માસ્ટર રજીસ્ટરમાં પંકજભાઈ તરીકે પ્રકાશભાઈની સહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp