કાંતિલાલ મુછડીયાએ આ કારણે જીવતા સમાધિ લેવાનો નિર્ણય બદલ્યો

PC: youtube.com

28 નવેમ્બરના રોજ મોરબીના પીપળીયા ગામના કાંતિલાલ મુછડીયાએ જીવતા સમાધિ લેવાની વાત કરી હતી. કાંતિલાલની આ સમાધિ લેવાની વાત પછી ગામ સરપંચ અને તેમના પરિવારના સભ્યોના સમજાવટ પછી પણ તેઓ સમાધિ લેવાની વાત પર અડગ હતા. આ વાતની પોલીસને જાણ થતા પોલીસ પણ તેમને સમજાવવા માટે પહોંચી હતી, પરંતુ તેઓ સમજવા માટે તૈયાર નહોતા. બીજી તરફ આ બાબતે વિજ્ઞાનજાથાના જયંત પડ્યાને જાણવા મળતા તેઓ પણ કાંતિલાલને મળવા માટે પહોંચ્યા હતા, છતાં પણ તેઓ પોતાની વાત પર અડગ હતા. હવે તેમને ગુરુ નથુરામ દાદાની સમજાવટ પછી તેમણે સમાધિ લેવાનો નિર્ણય મુલવતી રાખ્યો છે.

કાંતિલાલ મુછડીયાએ જણાવ્યું હતું કે, મેં નવઘણાનંદ દાદાની પ્રેરણાથી સમાધિ લેવાનું નક્કી કર્યું હતું. મારા નવઘણાનંદ દાદા જો તેમને ના પડતા હોય તો મારે મારા ગુરુનો આદેશ તો માનવો પડેને. મારા નથુરામ ગુરુના આદેશ પ્રમાણે હું સમાધિ લેવાનું મુલતવી રાખું છું. હવે મારા નવઘણાનંદ દાદા અને નથુરામ દાદા જ્યારે આદેશ કરશે ત્યારે હું સમાધિ લઇશ અને હવે મારે કંઈ કરવું નથી. બીજના દિવસે માટે અહિયાં આવવું છે, આનંદ અને કિલ્લોલ કરવો છે. મારો સમાજ પણ મને ઘણીવાર સમજાવવા માટે આવ્યો હતો પણ હું મજબુર હતો.

કાંતિલાલ મુછડીયાના ગુરુ નથુરામ દાદાએ જણાવ્યું હતું કે, કાંતિલાલને દાદાએ પ્રેરણા કરી હતી અને તેને આ બધી વાત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે, દાદા મને સપનામાં આવીને આવું કહી ગયા છે એટલે હું સમાધિ લેવાનો છું. હવે તેમણે દાદાના સંકેત મુજબ સમાધિ લેવાનું મુલતવી રાખવાનું કહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp