તળાજાના એક ગામમાં માતાની બાજુમાં સુતેલી 4 વર્ષની બાળકીનું દીપડાએ કર્યું મારણ

PC: youtube.com

ગુજરાતમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જંગલ વિસ્તારની નજીક આવેલા ગામડાઓમાં અવાર નવાર બાળકો પર કે પછી ખેતરમાં કામ કરી રહેલા લોકો પર દીપડા દ્વારા હુમલાઓ કરવાના ઘણા કિસ્સા ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા છે. ત્યારે તળાજા નજીક આવેલા એક ગામમાં રાત્રિના સમયે ખેતરમાં આવેલી એક ઝૂંપડીમાં ઘૂસીને એક બાળકીને ઉઠાવી જઈ તેનું મારણ કર્યું હતું.

એક રીપોર્ટ અનુસાર, તળાજા તાલુકામાં જુના રાજપુરા ગામ અને ઝાંઝમેરની સીમમાં આવેલા એક ખેતરમાં લક્ષ્મણભાઈ ભીલ તેમના પરિવાર સાથે ઝૂંપડામાં રહે છે. ગઈ કાલે મોડી રાત્રે લક્ષ્મણભાઈ અને તેની પત્ની ચકુબેન તેની ચાર વર્ષની બાળકી સાથે ઝૂંપડામાં સુતા હતા. તે સમયે દીપડો ખેતરમાં આવ્યો અને પછી લક્ષ્મણભાઈના ઝૂંપડામાં આવ્યો હતો અને ઝૂંપડામાં માતાની પાસે સુતેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવીને ચાલ્યો ગયો હતો. જે સમયે દીકરીને ગાળાના ભાગેથી પકડીને દીપડો લઇ જતો હતો, ત્યારે માતાની આંખ ખુલી ગઈ હતી. જેના કારણે માતાએ બુમાબુમ કરી હતી. જેના કારણે લક્ષ્મણભાઈ જાગી ગયા હતા અને દીપડો જે દિશામાં ગયો હતો, ત્યાં તેની પાછળ દોટ મુકી હતી. ઝૂંપડાથી થોડે દૂર લક્ષ્મણભાઈને તેમની દીકરી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી.

દીકરીને છાતી અને ગાળાના ભાગે દીપડાએ ગંભીર ઈજા પહોંચાડી હોવાના કારણે દીકરીનું થોડીવારમાં જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જંગલ ખાતાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારમાં પાંજરાઓ ગોઠવી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp