એક ઘર તો દત્તક લો

PC: facebook.com/mittal patel

વિચરતી જાતિ સમુદાય સંસ્થાના સ્થાપક મિત્તલ પટેલે ઉમરી ગામના 35 રાવળ અને દેવીપુજક કુટુંબોનાં ઘર અને ખેતર બનાસકાંઠાના પુરમાં ખેદાન મેદાન થઈ જતાં નવા પાકા મકાનો બનાવી આપવાનું બીડુ ઝડપ્યું છે. એક ઘર કોઈ પણ દત્તક લઈ શકે છે. 

'મારુ અહીંયા ખેતર હતું આજે નદીનો પટ થઇ ગયો. ત્રણ દિવસ ઝાડ માથે બેઠા રહ્યા ને અમારી નજર સામે જ અમારું ઘર, ખેતર અને ઘર આગળ ઉગાડેલા લીમડા ને બીજુ બધું જતું રહ્યું. ખેતીની જમીન હતી એટલે બોરવેલ કરાવવાની હોંશ કરી. પાઇપો, મોટર બધું લાવ્યા હજુ કાલ તો બોરવેલ માટે રિંગ આવવાની હતી ને એની પહેલા પાણી ધસમસતું આવ્યું ને બધું લઇ ગયું. 15 વર્ષ મહેનત કરીયે ને તોય આ જમીન ખેતી લાયક નહિ બને. તરબૂત અને ટેટી પાકે એવો નદીનો ભાઠો થઇ ગયો.'

ઉમરી ગામના રાવળ અને દેવીપૂજક પરિવારોની આ દશા છે.

'કોઈ દિવસ કોઈ સામે હાથ લાંબો નહોતો કર્યો. અમારી પાસે જમીન હતી પણ હવે અનાજ અને તાડપત્રી માંગવી પડી.'

રાજાને રંક બનાવી દેતી કુદરત આગળ આપણે લાચાર... કેમના બેઠા થશું એ ચિંતા સતાવી રહી છે. ક્યાંક નોકરી જડે તો જુવાન છોકરાઓને નોકરીએ લગાડવાની વિનવણી કરી..

'મેમાન પારોણા આવે તો બેસાડવા ક્યાં? શરમ આવે છે. બીજાને મદદ આલનાર અમને આજે મદદની જરૂર પડી'

35 કુટુંબોનો ઉપરનો એક જેવો સૂર નિકળે છે. તેમને મળ્યા બાદ મિત્તલ પટેલે કહ્યું હતું કે અમે બધી જ મદદ કરીશું. પાકા ઘરમાંથી વાદળી પ્લાસ્ટિકમાં આવી ગયેલા 35 પરિવારોને ઘર બાંધી આપીશું. સ્વમાનપૂર્વક મદદ કરીશું. એમનું જ એમને આપીશું એવા પવિત્રભાવ સાથે. બે બે ભેંસ લઇ શકે એ માટે વગર વ્યાજે લૉન અને ઘર તો બાંધીશું જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp