રાજકોટ-અમદાવાદ હાઈવે 6 લેનનો થતા ટોલનાકા વધશે, નવા 4 ઉમેરાશે

PC: Indianexpress.com

રાજ્યના મુખ્યધોરી માર્ગોને પહોળા અને વધુ સારા કરવા માટે લાંબા ગાળાના પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે. જેમાં રાજકોટ-અમદાવાદ હાઈવે છ લેનનો થઈ જશે ત્યારે અનેક લોકોને પરિવહનમાં મોટી સરળતા ઊભી થશે. પણ આ સાથે આ રૂટ પર વધુ ચાર ટોલનાકા ઊભા કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં આ રૂટ પર બે ટોલનાકા કાર્યરત છે. જે બામણબોર અને બગોદરા નજીક આવેલા છે.

આ બંને દૂર કરવામાં આવશે, પણ નવાં 4 ઉમેરાશે. ખાનગી વાહનોમાં પરિવહન કરતા લોકો માટે રાહતની વાત એ છે કે, ચારેય ટોલનાકાનું સંચાલન રાજ્ય સરકાર હસ્તક રહેશે. એટલે માત્ર માલવાહક અને કોમર્શિયલ વાહનો પાસેથી જ ટોલ લેવામાં આવશે. હાલમાં રાજકોટ-અમદાવાદ વચ્ચે 6 લેનનું કામ ચાલું છે. એટલે ચોટિલા અને સાયલા નજીક ખાસ ડાઈવર્ઝન ઊભા કરવામાં આવ્યા છે. જેથી વૈકલ્પિક રસ્તો શરૂ કરી શકાય. આ છ લેનનો હાઈવે તૈયાર થઈ ગયા બાદ આ ચાર ટોલનાકા ઊભા કરવામાં આવશે. રાજકોટથી અમદાવાદ તરફ જતા પહેલી ટોલનાકું માલિયાસણ ગામથી દોઢ કિમી દૂર તૈયાર થશે. ત્યાંથી 61 કિમી સાયલાના આયા ગામ પાસે, ત્યાંથી 62 કિમી દૂર પાણશીણા ગામ નજીક અને ત્યાંથી 50 કિમી દૂર બાવળા ગામની પહેલા આ ટોલનાકું તૈયાર થશે. જોકે, આ સમગ્ર રૂટ નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવે છે પણ હાઈવેને 6 લેન કરવાની કામગીરી રાજ્ય સરકાર કરી રહી છે. એટલે કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી કરશે પણ નિયમો રાજ્ય સરકારના લાગુ રહેશે. એટલે માત્ર માલવાહક અને કોમર્શિયલ વ્હિકલ્સ પાસેથી ટોલ દર લેવામાં આવશે. ખાનગી કાર અને વ્હિકલ્સને રાહત મળી રહેશે.

આવતા વર્ષે આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે. જોકે, છેલ્લા આઠેક વર્ષથી આ રૂટમાં લિબડી પાસેનો રસ્તો મગરમચ્છની પીઠ સમાન બની ગયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર પાસે ભારે ટ્રાફિકને કારણે લાંબી લાઈન જોવા મળતી હતી. ટોલ અંગેના નિયમ અનુસાર ટોલ પ્લાઝા નજીક જે સ્થાનિકો રહે છે એને ટોલમાંથી અમુક રાહત આપવામાં આવે છે. એટલે અહીં સ્થાનિક વેપારીઓને આંશિક રાહત મળે એવી પૂરી શક્યતા છે. હાલ ચાર ટોલનાકા અંગે વિચારણા ચાલી રહી છે પણ અંતિમ નિર્ણય સરકારના પદાધિકારીઓ તરફથી લેવાશે. જોકે, આ પ્રોજેક્ટ પૂરો થતા રાજકોટ-અમદાવાદ વચ્ચે પેસેન્જર વાહનોની ફ્રિક્વન્સી વધવાની પૂરી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp