સુરેન્દ્રનગરઃ ભાજપે 2014મા જીતેલાને કાપ્યા, કોંગ્રેસનો હારેલા ઉપર ફરી દાવ

PC: khabarchhe.com

સુરેન્દ્રનગર વિસ્તારને સૌથી વધું નર્મદા નહેરનો ફાયદો મળવાનો હતો. તેથી અહીં વિકાસ ઝડપી બનવાનો હતો. પણ આ વિસ્તારમાં ઉદ્યોગો ઓછા અને સિંચાઈ પણ ઓછી છે.

ઉમેદવારોઃ ભાજપ-ડો.મહેન્દ્ર મુંજપરા, કોંગ્રેસ-સોમા ગાંડા પટેલ

વિધાનસભા બેઠકો: - 39-વિરમગામ, 59-ધંધુકા, 60-દસાડા(SC), 61-લીમડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધાંગધ્રા.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠક

કૂલ

SC દલિત

આદિજાતિ

મુસ્લિમ

OBC ઓબીસી

GENERAL સામાન્ય

 


નામ

ઠાકોર

કોળી

રબારી

ચૌધરી

અન્ય

લેઉવા પટેલ

કડવા પટેલ

ક્રિશ્ચિયન

બ્રાહ્મણ

જૈન

દરબાર

અન્ય

39

વિરમગામ

2,40,600

26,753

1,512

16,052

41,498

14,970

16,484

0

25,599

5,500

32,055

0

6,099

2,677

33,132

18,269

59

ધંધુકા

2,00,750

22,000

0

18,000

18,000

62,232

15,859

0

8,452

0

14,050

0

4,015

4,015

34,127

0

60

દસાડા

2,55,786

40,926

2,558

34,782

19,347

27,463

10,231

0

12,073

15,347

22,462

0

7,341

5,117

35,810

22,329

61

લીમડી

2,21,598

19,943

2,215

14,957

9,971

55,399

18,281

0

19,943

7,755

4,430

0

2,000

4,430

31,023

31,251

62

વઢવાણ

2,22,483

24,473

2,224

15,573

8,899

13,348

17,000

0

48,946

6,674

6,674

444

18,534

26,697

11,124

21,873

63

ચોટીલા

1,78,304

21,396

3,566

5,349

14,264

51,708

23,179

0

8,915

3,566

3,630

0

1,797

3,550

23,200

14,184

64

ધાંગધ્રા

2,64,973

37,096

2,649

26,497

13,248

55,644

7,949

0

5,300

21,197

45,046

0

10,599

5,301

26,497

7,950

કૂલ  2012 પ્રમાણે

15,84,494

1,92,587

14,724

1,31,210

1,25,227

2,80,764

1,08,983

0

1,29,228

60,039

1,28,347

444

50,385

51,787

1,94,913

1,15,856

 

પક્ષને મળેલા મત

2014 લોકસભા

2017 વિધાનસભા

BJP

5,29,003

4,99,613

INC

3,26,096

5,48,739

તફાવત

2,02,907

49,126

2014 લોકસભા

મતદાર

:

1656657

મતદાન

:

945439

કૂલ મતદાન (%)

:

57.06

 

ઉમેદવારઉમેદવારનું નામ

પક્ષ

કૂલ મત

% મત

કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ

INC

326096

34.50

પરમાર મિનાક્ષીબેન વિજયભાઈ

BSP

10753

1.14

ફતેપરા દેવજીભાઈ ગોવિંદભાઈ

BJP

529003

55.97

જેઠાભાઈ મનજીભાઈ પટેલ

AAAP

13375

1.42

બાર અજમલભાઈ કરમણભાઈ

BMUP

2251

0.24

મજેઠીયા સમરતભાઈ જેરામભાઈ

HJP

1341

0.14

ચાવડા પાલભાઈ નાનજીભાઈ

IND

1227

0.13

પરમાર પ્રભુભાઈ ગોકળભાઈ

IND

2968

0.31

પરમાર વશરામભાઈ બાવળભાઈ

IND

1751

0.19

મકવાણા ઉકાભાઈ અમરાભાઈ

IND

1226

0.13

મકવાણા વશરામભાઈ કરશનભાઈ

IND

1413

0.15

માનસિંહ સિવુભા ઝાલા

IND

2154

0.23

વડાલિયા કાળુભાઈ માળુભાઈ

IND

3102

0.33

વાઘેલા પ્રકાશભાઈ બચુભાઈ

IND

6439

0.68

વોરા ભવાનભાઈ દેવજીભાઈ

IND

4818

0.51

સાપરી વિપુલભાઈ રમેશભાઈ

IND

14515

1.54

સાંકળીયા ગંગારામભાઈ ટપુભાઈ

IND

11216

1.19

None of the Above

NOTA

11029

1.17

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો:

2004       સોમાભાઈ ગાંલાલ કોળી પટેલ                       BJP

2004       વર્મા રતીલાલ કાળીદાસ                                 BJP

2009       સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલ                   INC

2014       દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા                    BJP

વિકાસના કામો

  • અહીં સૌરાષ્ટ્ર માટેનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ચોટીલા પાસે બની રહ્યું છે.
  • નર્મદા નહેરથી ખેડૂતોને આ જિલ્લામાં સૌથી વધું ફાયદો થયો છે.
  • શહેરમાં રીવરફ્રંટ બની રહી છે.
  • ઘુડખર અભયારણ્ય જોવા આવતાં લોકો માટે અહીં સુવિધા ઊભી કરવામાં આવી છે.
  • નાના અને જોબવર્ક કરનારા ઘણાં કારખાના ઊભા થયા છે. જેમાં ફાર્મા, બેરિંગ્સ, ટેક્ષટાઈલ્સ, એરો પાર્ટસ, ફાયર ફાઈટરના પાર્ટસ, સોલાર પાર્ટસના એકમો પૈકી ઘણા એકમો પ્રખ્યાત છે.
  • સુરેન્દ્રનગર જિલ્લાએ કપાસ, મીઠુ અને દૂધના ઉત્પાદન ક્ષેત્રે શ્વેતક્રાંતિ સર્જી છે.

પ્રશ્નો ઘટનાઓ

  • કચ્છના હિજરતી પશુપાલકો અહીં આવે છે અને રોકાય છે.
  • પાક વીમો ન મળવાના કારણે ખેડૂતોનો મોટો પ્રશ્ન છે.
  • ખેડૂતો દિવસે 12 કલાક વીજળીની માંગણી કરી રહ્યાં છે.
  • ખેડૂતોના ઓજાર, ખાતર, બીયારણ, ટ્રેકટર, વિજળી બીલ પરનો વેરો નાબૂદ કરવાની માંગણી છે.
  • નહેરમાંથી પાણી મળતું નથી અને જે લે છે તેના પર પોલીસ ગુના નોંધે છે.
  • ખેતરોમાં નર્મદાનું પાણી આપવાની અને તળાવ ભરવાની માંગણી થાય છે.
  • ચોટીલાના બામણબોર GIDCમાં સરકારી 520 જમીન રાજકોટ અને મોરબીના 13 ઉદ્યોગપતિઓને રૂ.200ની જમીન રૂ.11 કરોડમાં વેચી હોવાનું કૌભાંડ થયું છે.
  • સુરેન્દ્રનગર શહેર થોડા વર્ષ અગાઉ ગુજરાતના દસ વિકસિત શહેરમાં ગણાતું હતું, હવે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યું છે.
  • મોટા ઉદ્યોગો અહીંથી સ્થળાંતર કરી ગયા છે કે ઉત્પાદનમાં કાપ મૂક્યો છે.
  • શહેરમાં સિટી બસ સેવા બંધ છે
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષાંતરની ઘટનાઓ મોટા પ્રમાણમાં બની છે.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • સોમાભાઈ પટેલ, આઈ.કે.જાડેજા ઉપરાંત શાહબુદ્દીન રાઠોડ, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, હેમુ ગઢવી, સુરેશ રાવળ, ઈસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ, વાઘજી રબારી વગેરે લોક-સાહિત્યકાર અહીંની પ્રજા પર પક્કડ ધરાવે છે.

2019ની સંભાવનાઓ

40 ટકા કોળી મતદારો છે, 11 ટકા દલિત અને 11 ટકા પાટીદાર મતદારો છે. છતાં સત્તામાં ક્ષત્રિય રાજકારણીઓ પ્રભુત્વ ઊભું કરવા પ્રયાસ કરે છે. તેમ છતાં અહીં 1989થી લોકસભાની પાંચ ચૂંટણી સોમાભાઈ લડેલા જેમાં એક જ વખત હારેલાં છે. તેઓ નરેન્દ્ર મોદીના પ્રખર વિરોધી છે. તેથી તેમની જીતની સંભાવના કોંગ્રેસ માટે વધું છે. ભાજપે આ વખતે અહીંના સિટિંગ સાંસદને દેવજી ફતેપરાને પડતા મૂકીને ડો.મહેન્દ્ર મુંજપરાને અજમાવવાનો દાવ ખેલ્યો છે. એટલે, જંગ રસપ્રદ બન્યો છે.

ભાજપ

  • સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા સામે ઘણાં કાનૂની કેસ છે. કેટલાક વિવાદોમાં ફસાયેલા હોવાથી તેમને પડતા મૂકાયા છે.
  • તેમની નારાજગી બીજેપીને કેટલી અસર કરે તે જોવાય રહ્યું છે.
  • દેવજીભાઈ ફતેપરાને ટિકિટ નહીં અપાતા તેમણે ભાજપની વિરુદ્ધમાં કામ કરવા માટેની ચિમકી ઉચ્ચારી હતી.

કોંગ્રેસ

  • સુરેન્દ્રનગરની બેઠક પર 2019ની ચૂંટણી લડાવવા માટે એક માત્ર નામ સોમાભાઈ પટેલનું આવ્યું હતું.
  • સોમા પટેલ મજબૂત નેતા છે. આ બેઠક ઉપરથી તઓ ચાર વાર જીત્યા છે, બે વાર ભાજપ અને બે વાર કોંગ્રેસમાંથી.
  • સોમાભાઈ પટેલના પુત્રને લીંબડી વિધાનસભામાં 2017માં ટિકિટ આપવામાં આવી હતી જેમાં કારમી હાર થઈ હતી, એટલે સોમાભાઈનું પણ કોળી સમાજમાં કદ પહેલાં જેટલું રહ્યું નથી તેવો સંકેત પણ આપે છે.
  • છ બેઠકમાંથી એકમાત્ર વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થયેલી છે.
  • 2017ની વિધાનસભાની સરસાઈને આધારે આ બેઠક પર કોંગ્રેસ આગળ છે.
  • ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ અને સંઘનું સંગઠન ક્યાંક નબળું પડ્યું હોવાનું કહેવાય છે.
  • આ વચનો પુરા ન થયા
  • અહીં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, જેને ગેસ આપાવનું વચન ભાજપે આપેલું તે પૂરું થયું નથી.
  • અહીંના અર્થતંત્રમાં 58 ટકા યોગદાન ગ્રામ્ય વિસ્તારનું છે. ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનું વચન આપેલું જે પૂરું થયું નથી.
  • ભાજપે દરેક સરકારમાં શહેરીકરણને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે, પણ અહીં શહેર સારું બની શક્યું નથી.
  • ખેડૂતોની આવક વધારવાનું સરકારે વચન આપેલું તે પૂરું થયું નથી.
  • ગરીબી દૂર થઈ નથી, વધી છે. રોજની માથાદીઠ આવક રૂ.113 છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની આવક મનરેગામાં મળતી મજૂરીથી પણ ઓછી છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp