પ્રચાર દરમિયાન યુવકે પ્રશ્નો પૂછતા રૂપાણી સરકારના મંત્રી અકળાયા, કહ્યું તમારે...

PC: gujarati.abplive.com

છ મહાનગરમાં કમળ ખીલી ગયા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ફરી રહ્યા છે. ગામના ચોર-ચોકે મોટી સભાઓ ગજવી રહેલા નેતાઓને જ્યારે કેટલાક જાગૃત યુવાનોએ સવાલ કર્યા ત્યારે મંત્રી મનોમન અકડાયા હતા. આવી જ એક ઘટના બની હતી. કચ્છ-ભૂજ વિસ્તારના વરલી ગામે. જ્યાં પ્રચાર હેતું આવેલા રાજ્ય સરકારના મંત્રીને યુવાનોના પ્રશ્નનો જવાબ આપવો અઘરો લાગ્યો હતો.

રાજ્યની રૂપાણી સરકારમાં રાજ્યકક્ષા મંત્રી વાસણભાઈ આહિરને કચ્છના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રચારસભામાં કડવો અનુભવ થયો છે. વરલી ગામે એક યુવાને પ્રાથમિક સુવિધાને લઈને જ્યારે મંત્રીને પ્રશ્ન કર્યો ત્યારે શું જવાબ આપવો એમાં મંત્રી ગુંચવાઈ ગયા હતા. આ ચાલું સભામાં એક જાગૃત યુવાને મંત્રીને પ્રશ્નો પૂછી લીધા. આ યુવાને મંત્રીએ કરેલા કામ અંગે પ્રશ્નો કર્યા હતા. આ સાથે જ કોઈ જ કામ કર્યા ન હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. યુવકે કહ્યું હતું કે, વચેટિયા રાજ ચાલી રહ્યું છે. કોઈ મંત્રી સુધી પહોંચવા દે એમ નથી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ યુવક પૂછે છે કે, મારા ગામમાં તમે ચૂંટણી જીતી જશો તો શું ફાયદો થશે? જેની સામે મંત્રી કહે છે કે, તને શું ખપે છે?

યુવકઃ મે શું કર્યું છે?

મંત્રીઃ ઘટે છે શું?

યુવકઃ કર્યું છે શું એનો જવાબ આપો

મંત્રીઃ શું નથી, શું જોઈએ છે?

યુવકઃ આપણું વરલી ગામ વાસણભાઈએ દત્તક લીધેલું છે, શું કામ કર્યા છે એ તો ગામની જનતાને દેખાય છે.

મંત્રીઃ આપણે પોતે જ બરોબર નથી

યુવકઃ હું પોતે બરોબર નથી તો તમે બરોબર છો. લેખિતમાં આપો

મંત્રીઃ તારી ઈચ્છા શું એ કહે

યુવકઃ વાસણભાઈનો વાંક નથી, વચ્ચેના વચેટિયા છે. હું ગામનો વિકાસ ઈચ્છુ છું.

અન્ય અગ્રણીઃ તમારે લખીને આપી દેવાનું, કે આ કામ છે.

યુવકઃ મંત્રી સુધી પહોંચવા દે એવા છે? વાસણભાઈ સુધી રજૂઆત પહોંચવા દે એવા છે?

અન્ય અગ્રણીઃ અત્યારે લખી આપો

યુવકઃ અત્યારે તો હું તમારે પાસે રજૂઆત કરવા માગું છું.

મંત્રીઃ હું ડાયરેક્ટ જ વાત કરૂ છું.

યુવકઃ આ કોઈ પહોંચવા દે એમ નથી. માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી. વાતો તો ગામવાળા ઘણા કરે છે.

મંત્રીઃ તારે કોઈ કામ હોય તો મને પર્સનલ કે જે

યુવકઃ મારે પર્સનલ કંઈ નથી.

મંત્રીઃ આપણી નહીં ગામની વાત છે

યુવકઃ અનેક રજૂઆત કરી પણ હજુ સુધી

અન્ય અગ્રણીઃ લખીને મોકલને મને, પત્ર લખીને મોકલાવી દેજો

યુવકઃ અત્યારે આ બીજા ઉમેદવારો

અન્ય અગ્રણીઃ અત્યારે મૂકોને ભાઈ....

યુવકઃ કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp