વડતાલના લંપટ ઘનશ્યામ શાસ્ત્રીની કંઠી ધારણ કરનાર 13 સંતોએ તેમની સાથે છેડો ફાડ્યો

PC: youtube.com

અવારનવાર વડતાલ મંદિરમાં રહેલા કેટલાક સાધુઓના કાળા કામને લઈને વડતાલ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવતું રહ્યું છે. ત્યારે શિષ્ય દ્વારા જ એક સ્વામી પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ કરવામાં આવતા ફરીથી વડતાલ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. વેદાંત વલ્લભ સ્વામી દ્વારા વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ વાયરલ કરી પોતાની વેદના ઠાલવી હતી. આ વિવાદ બાદ લંપટ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામીની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો છે અને સમગ્ર મામલે વિવાદ વધ્યો છે. ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે થયેલા વિવાદ પછી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીની ગુરૂ કંઠી પહેરનારા 13 જેટલા સંતોએ ઘનશ્યામ પ્રકાશ સાથે છેડો ફાડ્યો છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિર છે. પરંતુ વડતાલ મંદિરમાં જ કેટલાક પાખંડી સંતોના કારનામાને લઈને વડતાલ ગાદીમાં અવાર-નવાર સ્વામીની કામલીલાઓનો ભાંડો ફૂટ્યો છે. ઘનશ્યામ પ્રકાશની કરતૂતો પછી ગુરૂ કંઠી પહેરનારા 13 સંતોએ તેમની સાથે છેડો ફાડી અલગ ચોકો રચ્યો છે અને ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સાથે તમામ સંબંધો અને સંપર્કો હંમેશાં માટે તોડી નાંખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી અન્ય સંતોને પણ તેમનું મોં બતાવવા લાયક રહ્યા નથી.

મહત્ત્વની વાત એ છે કે, જે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીમાં ગુરુના એક પણ લક્ષણો ન હતા તેવા ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીને 60 જેટલા સંતો અને પાર્ષદોએ તેમના ગુરુ બનાવ્યા હતા. પરંતુ શિષ્ય સમુદાય અને સંતોને જ પોતાની હવસનો શિકાર બનાવી શારીરિક શોષણથી વાસના સંતોષનારા ઘનશ્યામ પ્રકાશની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વેદાંત વલ્લભ સ્વામીએ જે વિડીયો વાયરલ કર્યો હતો. તેમાં તેમણે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે, 2013થી લઇ અત્યાર સુધીમાં તેમની સાથે અનેક વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. ત્યારે વેદાંત વલ્લભ સ્વામીના ઘટસ્ફોટ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાહાકાર મચી જવા પામ્યો હતો ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે, વડતાલ મંદિરમાં જ આવા સંતોને કોણ છાવરી રહ્યું છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp